આ દુનિયામાં ઘણાય લોકો એવા છે જેમના માટે જીવનમાં તેમના મિત્રો જ સર્વસ્વ હોય છે. તેમના માટે મિત્રો વિનાની દુનિયાની કલ્પના કરવી જ શક્ય નથી હોતી. તેમના માટે મિત્રોનું હોવું સૌથી અગત્યની બાબત ગણાય છે, પરંતુ કેટલીક વખત મિત્રોને મળતી આ અગત્યતા તેમના પાર્ટનરને જરાય પસંદ નથી આવતી.
ઘણી વખત તો પાર્ટનરને એવું લાગવા લાગે છે કે તેમના પાર્ટનરના મિત્રોને લીધે તેમની પર્સનલ લાઇફ બરબાદ થઈ રહી છે. આ નાપસંદગી ધીમે-ધીમે નફરતમાં બદલાઈ જાય છે અને તેની સીધી અસર તમારા સંબંધો ઉપર પડવા લાગે છે. આ સ્થિતિ વધુ વણસે તે પહેલા તેને સમય રહેતા સંભાળી લેવાની જરૂર છે. જો તમારો પાર્ટનર પણ તેમના મિત્રોને લઈને જરૂર કરતા વધુ સંવેદનશીલ છે અને તમને એવું લાગી રહ્યું છે કે તેનો વ્યવહાર તમારા માટે મુશ્કેલીનું કારણ બનતું જાય છે તો તમે આ રીતે સમસ્યાનો ઉકેલ શોધી શકો છો.
1. તમારા વિચારો બદલવાના પ્રયાસ કરો. તમારે પાર્ટનરના વિચારોને પણ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. બની શકે છે કે તમારા પાર્ટનરની સ્થિતિથી તમે સાવ અજાણ હોવ અને તેમની સ્થિતિ જાણી લીધા પછી તમારા વિચારોમાં કોઈ ફેરફાર આવી જાય.
2. તમારા પાર્ટનરને પૂરતી સ્પેસ આપવી પણ જરૂરી છે. એક વાત કાયમ ધ્યાનમાં રાખો કે કોઈ પણ સંબંધોને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે બીજા સંબંધનો ત્યાગ કરવો સમજદારી નથી. આ મુદ્દે પાર્ટનર સાથે દલીલ કરવાથી તમારું જ નુકસાન થશે.
3. આવા સમયમાં તમારે ધીરજથી કામ લેવાની જરૂર છે. પાર્ટનરના મિત્રો સાથે મિત્રતા કેળવો. આવું કરવાથી તમારા પાર્ટનરને પણ સારું લાગશે અને તમે તેમના ગ્રૂપમાં એડજસ્ટ થઈ શકશો તથા તમારા પાર્ટનર સાથે વધુ સમય વિતાવી શકશો.
4. પાર્ટનર જ્યારે મિત્રો સાથે વધુ સમય વિતાવતો હોય ત્યારે ગુસ્સામાં પાર્ટનર સાથે ઝઘડો કે વાદ-વિવાદ કરવાની જગ્યાએ તમારે સમજદારીથી કામ લેવાની જરૂર છે. પ્રયાસ કરો કે તમે બંને સાથે જે પણ સમય વિતાવો, તે ક્વાલિટી ટાઇમ હોય. એવું ન થવું જોઈએ કે તમે બંને સાથે હોવા છતાં એકબીજા સાથે ઝઘડો કરવા લાગો.
5. સમસ્યા કેટલીય ગંભીર કેમ ન હોય, દરેક સમસ્યાનો ઉકેલ તો હોય જ છે. આ સમસ્યાનો સૌથી સારો ઉકેલ એ છે કે તમે તમારા પાર્ટનરની સાથે બેસીને શાંતિથી આ મુદ્દે વાત કરો. તેમને એવું સમજાવવાનો પ્રયાસ કરો કે તમને પણ તેમનો સમય જોઈએ. પરંતુ તેમને ભૂલથી પણ એવું ન કહો કે તેમનું કાયમ મિત્રો સાથે ઘેરાયેલું રહેવું તમને પસંદ નથી. આ વાતની અસર તમારા બંનેના સંબંધો ઉપર પણ પડી શકે છે.
6. આ રીત સંપૂર્ણપણે વિજ્ઞાનના સૂત્ર ઉપર આધારિત છે. તમે પણ તમારા પાર્ટનરની જેમ જ તમારા મિત્રોની સાથે વ્યસ્ત રહેવાનું શરૂ કરી શકો છો. બની શકે કે ક્રિયાની પ્રતિક્રિયા જોઈને તમારા પાર્ટનરને તેમની આ આદતનો અહેસાસ થઈ જાય અને તેઓ તમને પૂરતો સમય આપવા લાગે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.