જો તમારી આંખ નીચે ડાર્ક સર્કલ છે તો તેને દુર કરવા માટે ઘણા બહારની પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તમે ઘરેલુ ઉપાય કરી આ ડાર્ક સર્કલ દુર કરી શકો છો.ડાર્ક સર્કલની પાછળ ઘણા કારણ હોઈ શકે છે. વધારે તણાવના કારણે, ઓછી ઉંઘના કારણે, હોમનસેન્સના ફેરફારના કારણે પણ આંખ નીચે ડાર્ક સર્કલ થાય છે.
૧. ડાર્ક સર્કલ દુર કરવા માટે ટમાટર ખુબ ઉપયોગી બનશે. ટમાટરનો રસ કાઢી તેની અંદર લીંબુના રસના બે ત્રણ ટીપા મિક્સ કરી આંખ નીચે લગાવી રાખવું. સુકાય ગયા પછી પાણીથી મોઢું ધોઈ લેવું.
૨. તમે બટેટાનો પણ ઉપયોગ કરી શકો છો. બટેટા અને લીંબુનું રસ મિક્સ કરી લેવું. પછી આ મિશ્રણને કોટનથી આંખ નીચે લગાવવું. ૧૦ થી ૧૫ મિનીટ સુધી લગાવી રાખવું તેમજ સુકાય ગયા બાદ ધોઈ નાખવું. આ પ્રોયોગ કરવાથી આંખ નીચેના ડાર્ક સર્કલ ધીરે ધીરે દુર થઇ જશે.
૩. ઠંડા દુધનો લેપ આંખ નીચેના ડાર્ક સર્કલને દુર કરશે. ઠંડુ કાચું દુધને ડાર્ક સર્કલ નીચે કોટનની મદદથી લગાવવું. સુકાય ગયા બાદ તેને ઠંડા પાણી થી ધોઈ લેવું. આ પ્રયોગ દિવસમાં બે વાર કરવાથી જલ્દી ફાયદો થશે.