પર્સનાલિટીનો આયનો છે રાશિઃ
તમારી રાશિ એ તમારી પર્સનાલિટીનો આઈનો છે. રાશિ પરથી વ્યક્તિ વિષે ઘણુંબધુ જાણી શકાય છે. આમાંથી કેટલીક રાશિની સ્ત્રીઓ પોતાના પાર્ટનર પર આસાનીથી ભરોસો નથી મૂકી શકતી. તે હંમેશા પોતાના પાર્ટનરને શંકાની દૃષ્ટિએ જ જુએ છે જેને કારણે તેમના દાંપત્યજીવન ખટરાગ થાય છે. પતિ પત્ની વચ્ચેના આ સંબંધોનો સંપૂર્ણ આધાર તેમની વચ્ચે કેવો મનમેળ છે તેના પર છે.
જાસૂસ જેવા હોય છે તેમના દિમાગઃ
ત્રણ રાશિની છોકરીઓ પોતાના પાર્ટનરને હંમેશા શંકાની દૃષ્ટિએ જોય છે. તે પોતે જાસૂસ જેવી હોય છે અને તેના પાર્ટનરની લાઈફમાં ખૂબ જ ઊંડી ઉતરી જાય છે. તે પોતાના પાર્ટનરને તે ક્યાં હતા, તેમના ફ્રેન્ડ્સ કોણ છે, કલીગ્સ કોણ છે તે વિષે સવાલ પૂછ્યા જ કરતી હોય છે. તેમને ક્યારેય જવાબથી સંતોષ થતો નથી. જાણો કઈ ત્રણ રાશિની સ્ત્રીઓ શંકાશીલ હોય છે.
મેષ
મેષ રાશિની સ્ત્રીઓ સારી જાસૂસ બની શકે છે. કેટલીક વાર તેમની લાગણી તેમના પર હાવી થઈ જાય છે. આ સ્ત્રીઓ ડોમિનેટિંગ સ્વભાવની હોય છે અને પરિસ્થિતિનો કંટ્રોલ પોતાના હાથમાં રાખવામાં માને છે. આ કારણે તે પતિ કે બોયફ્રેન્ડ પર ભરોસો નથી કરી શકતી. નવરુ દિમાગ શેતાનનું ઘર હોય છે એ કહેવત આ રાશિની સ્ત્રીઓને બરાબર લાગુ પડે છે.
પાર્ટનરને ખ્યાલ પણ નથી આવતોઃ
આ રાશિની સ્ત્રીઓ જાસૂસીમાં એટલી માહેર હોય છે કે તેમના પાર્ટનરને ખ્યાલ પણ નથી આવતો કે તે તેની જાસૂસી કરી રહી છે. તે તેના એક એક શબ્દો પકડી પાડે છે. તે આખો દિવસ પોતાના પાર્ટનરનો હિસાબ લીધા કરતા હોય છે જેને કારણે તેમની રિલેશનશીપ લાંબી નથી ટકતી.
વૃષભ
આ રાશિની સ્ત્રીઓ હંમેશા મદદ કરવા તૈયાર રહે છે. ખાસ કરીને તેમના મિત્ર કે સગા સંબંધીને કોઈ મદદ જોઈતી હોય તો તે તરત જ હાજર થઈ જાય છે પરંતુ તે તેમની પાસેથી અંદરની વાત કઢાવવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે. તે ફોન ચેક કરવા, ઈમેલ કે મેસેજ ચેક કરવાની હદે જઈ શકે છે. તે પાર્ટનર્સ અને તેમના ફ્રેન્ડ્સ પર ફેસબુક વગેરે માધ્યમથી ચાંપતી નજર રાખે છે.
કોઈ શરમ નહિ
આ રાશિના જાતકોને પોતાના જાસૂસી કરવાના સ્વભાવ માટે કોઈ અફસોસ નથી હોતો. તે તેમના આ સ્વભાવને કારણે પાર્ટનરને મુશ્કેલીમાં નાંખી દે છે. તેમને કોઈ પુરાવો ન મળે તો તે પોતાનું સંશોધન અટકાવી દે છે પરંતુ પોતાની જાસૂસીની કરતૂત માટે તેમને કોઈ શરમ-સંકોચ નથી હોતો. તે ક્યારેય પોતાનો વાંક નથી જોઈ શકતી.
ધન
આ રાશિના લોકો જન્મજાત શંકાશીલ સ્વભાવના હોય છે. તે આસપાસના લોકોથી હંમેશા ચેતીને જ ચાલતા હોય છે. આ રાશિની છોકરીઓ તેમના પાર્ટનરની લાઈફનું છાનીછપની રીતે એનાલિસિસ કરતા રહે છે. તે તેમના વ્હોટ્સએપ, મેસેજ, સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરતી રહે છે.
સ્પેસ આપવામાં નથી માનતીઃ
આ રાશિની છોકરીઓ પાર્ટનરને સ્પેસ આપવામાં નથી માનતી. તે કોઈની પ્રાઈવસીને રિસ્પેક્ટ નથી આપી શકતી. તેમને જો સમયસર કોઈ વાતની જાણ કરવામાં ન આવે તો તે ચીડાઈ જાય છે અને નખરા કરવા માંડે છે.