ધીમે ધીમે શિયાળો જામી રહ્યો છે અને ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે આવા સંજોગોમાં અનેક રોગો થઈ શકે છે. ખાસ કરીને વાયરલ ફીવર અને હાર્ટ એટેકનું સૌથી વધુ જોખમ રહેલું છે. આ સિઝનમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે આવી સ્થિતિમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે. વાસ્તવમાં આ માટે બજારમાં અનેક પ્રકારની દવાઓ પણ ઉપલબ્ધ છે. પરંતુ આ માટે પ્રાકૃતિક અને ઘરેલું પદ્ધતિઓ અપનાવવી જોઈએ. તમે તમારા આહારમાં થોડો ફેરફાર કરીને આ ખતરાને ટાળી શકો છો. ઠંડીની સિઝનમાં ફળોની સૌથી મોટી વિવિધતા ઉપલબ્ધ છે. આવો અમે તમને જણાવીએ કે હાર્ટ એટેકનું જોખમ ઘટાડવા માટે તમે કઈ વસ્તુઓનું સેવન કરી શકો છો.
ખાટા ફળો
શિયાળા દરમિયાન વિટામીન સી થી ભરપુર ફળોની ઘણી બધી વેરાયટી બજારમાં મળી રહે છે આપણે સંતરા, દ્રાક્ષ કે અન્ય ફળોની વાત કરીએ, તે બધા વિટામિન સી થી ભરપૂર હોય છે અને શિયાળામાં તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
લીલા શાકભાજી
લીલા શાકભાજીને હંમેશા સ્વાસ્થ્ય માટે રામબાણ માનવામાં આવે છે. તેમાં ઘણા પ્રકારના રંગદ્રવ્ય અને પોષક તત્વો હોય છે જે તમારા કોષોને સ્વસ્થ રાખે છે. ઉપરાંત, ઘણા સંશોધનો સાબિત કરે છે કે લીલા શાકભાજી ખાવાથી હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે.
ગ્રેન્સ
આખા અનાજમાં ઘણા પોષક તત્વો મળી આવે છે. તે પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને અન્ય પોષણક્ષમ વસ્તુઓથી ભરપુર હોય છે. તેના સેવનથી હૃદય હંમેશા સ્વસ્થ રહે છે અને બીમારીઓ થતી નથી.
ડ્રાય ફ્રુટ્સ
કોઈ પણ શીઝ્નમાં ડ્રાય ફ્રુટ્સ આપણા શરીરને પોષણ આપે છે ડોકટરો ડ્રાયફ્રુટ્સને હેલ્થ માટે ખૂબ જ સારા માને છે. પરંતુ ઠંડા હવામાનમાં તેઓ વધુ ખાસ બની જાય છે. તંદુરસ્ત હૃદયની સાથે તેઓ તમારા શરીરને ગરમ રાખવામાં પણ મદદ કરે છે.