મેષ
આજે આપ પોતાને કોઈ ખરાબ સંગતમાં ફસાયેલો જોશો જેથી આપની છબી બગડી શકે છે. હવે આપે જરા બચીને ચાલવું જોઈએ કારણકે માણસ પોતાની સંગતથી ઓળખાય છે. ખરાબ લોકોના સાથથી આપને ઘણું નુકશાન થઈ શકે છે.
વૃષભ
આજે આપને એ જાણીને ખૂબજ ખરાબ લાગશે કે જેમને આપ પોતાના દોસ્ત સમજતા હતા તેઓજ પીઠ પાછળ આપની બુરાઈ કરે છે. આ સાંભળીને આપ ઉનાવળા ન થઈ જતા બલ્કે શાંતિ અને ઘીરનથી પરિસ્થિતિને સંભાળવાની કોશીશ કરજો. એ લોકો સાથે વાત કરો અને એ જણવાની કોશીશ કરો કે આપના સંબંધોમાં ખટાશ આવવાનું શું કારણ છે.
મિથુન
આજે સાંજે યોજીત સમારોહ એક મહત્વપૂર્ણ ઉદ્દેશ પ્રાપ્ત કરાવશે. કદાચ કોઈ મહત્વપૂર્ણ સૌદો પાકો થઈ જાય અથવા પછી કોઈ પરિયોજનાને અંતિમ સ્વરૂપ મળી શકે. સાંજના કદાચ આપની મુલાકાત કોઈ ખાસ વ્યક્તિથી થઈ શકે છે. સ્થિતિ ગયે તો હોય આપ બસ પોતા પર ભરોસો રાખો.
કર્ક
આજે નવી દોસ્તીનો પાયો નાંખવાનો દિવસ છે. આજે નવા વ્યાવસાયિક અને સામાજીક સંબંધ બનવાના જોરદાર સંકેત છે. કોઈ સામાજીક સમારોહમાં આપ નવા લોકોને મળશો જેથી અનેક નવા સંબંધો સ્થપાશે. આજે આપે પોતાના ફોન નંબર અથવા ઈ-મેઈલ આઈડી બદલવામાં જરાપણ સંકોચ ન કરવો જોઈએ.
સિંહ
આપનો કદાચ કોઈ ઉચ્ચ અધિકારી સાથે મેળ ન બેસતો હોય. પરંતુ આપને માટે સારૂં એજ હશે કે આપ સમજણપૂર્વક અને હોશીયારીથી કામ કરાવી લેશો. આપ પોતાની વાત એમને સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરો. આપ દર વખતે એ ધ્યાનમાં રાખશો કે આપે હોશીયારીથી પોતાની વાત રજુ કરવાની છે.
કન્યા
આજે આપ ઘરમાંજ ખુશીભર્યા દિવસ ગુજારશો. ખુશી માટે આવશ્યક નથી કે ક્યાંય બણવ જઈને પૈસા ખર્ચીનેજ મઝા લ્યો. ક્યારેક જીંદગીમાં નાની નાની વસ્તુ પણ ખૂબજ ખુશી આપે છે. પોતાનાઓની સાથે થોડોક સમય વ્યતીત કરો. આ વળો પણ આપને ખૂબજ ખુશી દેશે
તુલા
આજે આપને પોતાની યોગ્યતાઓ વિકસાવવાની તક મળી શકે છે. આ તક્ને પુરો લાભ લેશો એથી આપને શિક્ષણ ક્ષેત્રમાં પણ સફળતા મળશે કોઈ પણ તકને જવા ન દેશો કારણકે આજ તક ભવિષ્યમાં આપની સફળતાના દ્વારા ખોલી શકે છે.
વૃશ્ચિક
આજે આપ ખૂબ સારા લાગશો અને બીજા લોકો આપના વખાણ પણ કરશે. આપ પોતાના મનપસંદ કપડા પહેરજો અને સારી રીતે તૈયાર થશો. આપને લાગશે કે બધાની નજર ફક્ત આપ પરજ છે. જો દિલ સુંદર હોય તો સુંદરના ચેહરા પર ઝળકે છે. પોતાની આ સુંદરતાને ટકાવી રાખજો.
ધન
આજે આપને આપના કોઈ નજીકના મિત્રથી કોઈ ભેંટ મળી શકે છે. એ એવી વસ્તુ પણ હોઈ શકે છે જેને આપ ઘણાં સમયથી ખરીદવા ઈચ્છતા હતા. આ ભેટને માટે પોતાના મિત્રને ધન્યવાદ કહેજો. અને આ પણ એને એવું જ કંઈક આપવાતું વિચારી શકો છો. એથી આપની દોસ્તી વધુ મજબુત થશે.
મકર
આજે આપ આધ્યાત્મની તરફ પ્રભાવિત થશો. આપ પોતાના અંદરની રાહને જાણવા ચાહશો. ઈશ્વરની નજીક આદવાની આપની આ ઈચ્છાથી આપને ખૂબ શાંતિ મળશે. એનાથી આપની પ્રતિભા વધુ નીખરશે.
કુંભ
અચાનક આવેલી સમસ્યાઓ આજે આપને કોઈ મુંઝવણામાં નાખી શકે છે. આ સમસ્યાઓ આપના કામમાં ઉંધું ચત્તું કરી શકે છે. સમયના આ પડકારનો મક્કયતાપૂર્વક સામનો કરો અને જીત મેળવો. આપ ફરીથી સાચા માર્ગે આવી જાવે.
મીન
આપે ક્યારેય વિચાર્યૂં છે કે, આપના ઘરમાં આટલા ઝઘડા કેમ થાય છે? કદાચ આપેજ પોતાના ગુસ્સા પર કાબુ રાખવાની જરૂર છે. જો આપ વધુ રચનાત્મક અને સહનશક્તિવાળી વ્યક્તિ બની જાવ તો આપ પોતાનાજ ઘરમાં ખુશનુમા વાતાવરણ પેદા કરી શકશો. યાદ રાખો કે ભૂલ નો દરેક માણસથી થાય છે કોઈ સંપૂર્ણ નથી પોતાના કુટુંબીજનોની સાથે આદરપૂર્વક વર્તી એટલે તેઓ પણ આપની સાથે એવોજ વહેવાર કરશે