મેષ
આ સમયે પારિવારિક સંબંધોમાં પ્યાર અને સદ્ભાવનાના જોરદાર સંકેત છે આપ પણ પોતાને પરિવારજનોની ખૂબજ નજીક હશો. આજે આપ એમની સાથે થોડોક સમય પસાર કરવા ચાહશો. તો પછી મોડું શું કામ કરો છો એમને લઈ જાવ પોતાની સાથે ક્યાક બહાર ખાવાનું ખવરાવવા અને ફિલ્મ દેખાડવા. સાથે વિતાવેલી આ ક્ષણો આપ જીવનભર યાદ કરશો.
વૃષભ
આજે આપ પોતાની અત્યારસુધીની તમામ સફળતાઓની બાબતમાં વિચારશો. રજાના દિવસે આપ પોતાના સગાસંબંધીઓ અને મિત્રોને મળવા પણ જઈ શકો છો. આજે આપ જે ચોપડી વાંચશો એનાથી આપને જ્ઞાન મળશે.
મિથુન
આજે આપે ઘરનાં બડીલો સાથે થોડોક સમય વતાવવો જોઈએ. તેઓ આપને કંઈક કહે કે ન કહે પણ તેઓ પણ આપનો સાથે ચાહે છે. એમની તબીયત વિષે પૂછો અને જાણવાનો પ્રયત્ન કરો કે એમને કોઈ ડૉક્ટરી તપાસની જરૂરતો નથી ને? ઘરના આ પ્યારા સભ્યોની સાથે સમય પસાર કરવાથી આપને ઘણું સારૂં લાગશે.
કર્ક
આજે આપ પોતાની જીંદગીના કેટલાયે ક્ષેત્રોની બાબતમાં ચિંતિત રહેશો. આપને લાગશે કે આપે પોતાને માટે જે લક્ષ્ય નક્કી કેટલા છે અને પ્રાપ્ત કરવા એટલા સ્હેલા નથી. આપની દોસ્તીમાં પણ તનાવ આવી શકે છે. આપનો હસમુખ સ્વભાવ પણ નિરસ લાગશે.
સિંહ
કદાચ જીવનપર્યંત નભવાવાળી આ દોસ્તી છે. દોસ્ત આવે છે અને ચાલ્યા જાય છે પરંતુ આ નવા દોસ્ત દરેક સુખદુખમાં આપનો સાથ આપશે. જોકોઈને આપની મદદની જરૂર છે અને તમને બોલીને આપ કહી નથી શકતો તો આપે આગળ વધીને એની મદદ કરવી જોઈએ. આપે આપેલી મદદથી આપનો દોસ્ત ખૂબજ ખુશ થશે.
કન્યા
આજે આપના દોસ્ત આપની મદદ માંગવા આવશે. જે પણ થાય આપ એમની મદદ જરૂર કરજો. દોસ્તીમાં એક દોસ્તે ગળે નેળ કરીને દોસ્તની મદદ કરીજ જોઈએ. આપની પાસે આજે કોઈ મદદ માંગવા આવે એને વિચારીને સમજીને સલાહ આપજો. એક વીજાની સાથે વાત કરવાથી આપને સારૂં લાગશે.
તુલા
આજના દિવસે આરામ કરો અને દોસ્તોની સાથે મોજ-મસ્તી કરો. હાલના દિવસોમાં માનસિક તણાવને લીધે આપ કંઈક ગમતું નથી. પણ આજે બધી મુંજવણોને ભૂલી જઈને આપ પોતાના દોસ્તોની સાથે સારો સમય પસાર કરશો. આજે આપને પોતાને તાજા અનુભવવાનો દિન છે.
વૃશ્ચિક
આજે આપની જીભડી વશમાં રાખજે નહિંતર પોતાના પ્રિયજનોનેજ ઠેસ પહોંચાડી બેસસો. નકામી વાતો કરવાથી દૂર રહેજો. તથા પોતાના સંબંધોને વધુ મજબુત કરવાનો પ્રયત્ન કરજો. સાથે ધ્યાન રાખજો કે આપ પોતાના કડવા શબ્દેથી કોઈનો મૂડ ખરાબ ન કરશો.
ધન
ઉચ્ચ અધિકારી આજે આપની મદદ કરવા તૈયાર રહેશે. એનો અર્થ એવો થઈ શકે છે કે આપને સહી દિશા બતાવાને આપની જરૂરિયાત મુજબ મદદ કરશે. પોતાના તમામ કાગળો સાચવીને રાખજો અને જેટલું જલ્દી થાય પોતાનું કામ કરાવી લેજો. તકન લાભ લઈ લેજો.
મકર
આજે અચાનક જ પોતાના ભાગ્યમાં પરિવર્તનની અનુભૂતિ થશે. આજે આપ જે પણ કામ કરશો એ આપને આકર્ષણનું કેન્દ્ર બનાવી દેશે. આપના હસમુખ સ્વભાવને લીધે આજે આપના નવા દોસ્ત બની શકે છે. તથા કેટલાક વ્યવસાઈઓની સાથે આપના સારા સંબંધ બની શકે છે. ભાગ્ય આપની સાથે છે. એટલે આપ આજે લૉટરીમાં પણ પોતાનું ભાગ્ય અજમાવી શકો છો.
કુંભ
પોતાનીજ ઉમરના લોકો એ કરેલી આપના પ્રશંસા આપને ખુશી આપશે. આપ એવી વ્યક્તિ છો કે જેને પોતાની આસપાસના લોકોના સાથ પોતાની મેળેજ મળી જાય છે. આપને કદાચ એ નથી ખબર કે ઘણા બધા લોકો આપના વ્યક્તિત્વથી પ્રભાવિત છે. હવે એ આપના હાથમાં છે કે આપ પોતાની છબી ટકાવી રાખો.
મીન
અઠવાડીઆથી ચાલી રહેલી બહસ અને તનાવથી આપ પોતાને થાકેલો અનુભવશો. વધુ તનાવમાં ન રહો અને ઝઘડાથી બચવાનો પ્રયત્ન કરો. પોતાના દોસ્તો અને પરિવારજનોથી પ્રેમપૂર્વક વર્તો અને જો કોઈ વાત બગડી પણ થય તો એને પ્રેમપૂર્વક અને સમજદારીથી ઉકેલવાની કોશીશ કરજો. એથી આપને ખુશી અને માનસિક શાંતિ મળશે.