ટોફુ એ સોયા દૂધમાંથી બનેલી ખાદ્ય વસ્તુ છે જે ચીઝ જેવી લાગે છે. તમને જણાવી દઈએ કે લોકો તેને સોયા પનીરના નામથી પણ ઓળખે છે. કેલ્શિયમ અને આયર્ન જેવા ઘણા પોષક તત્ત્વોથી સમૃદ્ધ હોવાને કારણે, ટોફુ એ લોકો માટે શ્રેષ્ઠ નાસ્તો વિકલ્પ સાબિત થઈ શકે છે જેઓ વેગન આહારનું પાલન કરે છે. આજે અમે તમને ટેસ્ટી ભુરજી (Tofu Bhurji Recipe) બનાવવાની રીત જણાવીશું.
વેગન ડાયટ ફોલો કરતા લોકો માટે ટોફુ શ્રેષ્ઠ વિકલ્પ છે. આમાંથી બનેલી ભુર્જી માત્ર બાળકોને જ નહીં પરંતુ મોટાઓને પણ પસંદ આવે છે. જો તમે પણ નાસ્તામાં વેગન ફૂડમાંથી બનેલી વાનગી ખાવા માંગતા હોવ તો આજે અમે તમારા માટે ટોફુ ભુર્જી બનાવવાની સરળ રેસિપી લઈને આવ્યા છીએ. આ સ્વાદ અને સ્વાસ્થ્ય બંને દ્રષ્ટિએ સારી વાનગી છે, તો ચાલો અમે તમને ટોફુ ભુર્જીની એક સરળ રેસીપી જણાવીએ જે મિનિટોમાં બનાવી શકાય છે.
ટોફુ ભુર્જી બનાવવા માટેની સામગ્રી
- ટોફુ – 300 ગ્રામ
- લાલ કેપ્સીકમ – 1
ડુંગળી – 1 - ટામેટા – 1
- આદુ બારીક સમારેલુ – 1 ટીસ્પૂન
- જીરું – 1 ચમચી
- લીલા મરચા – 1-2
- કાળા મરી પાવડર – 1/2 ચમચી
- લાલ મરચું પાવડર – 1 ચમચી
- લીલા ધાણાના પાન – 2 ચમચી
- હળદર – 1/2 ચમચી
- તેલ – 2 ચમચી
- મીઠું – સ્વાદ મુજબ
ટોફુ ભુર્જી બનાવવાની રીત
- ટોફુ ભુર્જી બનાવવા માટે સૌપ્રથમ ટોફુને મેશ કરી, તોડીને એક બાઉલમાં રાખો.
- ત્યાર બાદ ડુંગળી, ટામેટા, લીલા મરચા અને લાલ કેપ્સીકમને ધોઈને ઝીણા ટુકડા કરી લો.
- આ પછી એક કડાઈમાં તેલ નાખીને મધ્યમ આંચ પર ગરમ કરો.
- ત્યાર બાદ તેમાં જીરું ઉમેરીને બરાબર તતળો.
- ત્યાર બાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી, કેપ્સીકમ અને આદુ નાખીને સાંતળો.
- ત્યાર બાદ તેમાં બારીક સમારેલા ટામેટાં, લાલ મરચું પાવડર અને હળદર ઉમેરો.
- આ પછી, તેને મિક્સ કરો અને લગભગ 2-3 મિનિટ સુધી પકાવો.
- પછી તેમાં છીણેલું ટોફુ ઉમેરીને મસાલા સાથે બરાબર મિક્ષ કરી લો.
- આ પછી તેમાં સ્વાદ મુજબ મીઠું અને કાળા મરીનો પાવડર નાખો.
- પછી તેને ઓછામાં ઓછા 1-2 મિનિટ માટે ફ્રાય કરો અને ગેસ બંધ કરો.
- હવે તમારી સ્વાદિષ્ટ શાકાહારી ટોફુ ભુર્જી તૈયાર છે.
- પછી તેને લીલા ધાણાથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.