જો તમને લાગતુ હોય કે એક છોકરી સાથે બળાત્કાર થયુ તે ખરાબ છે તો એનાથી પણ કાંઇક ખરાબ છે આ વસ્તું જેને જાણી તમે ચોંકી જશો. 14 વર્ષની એક માસુમ છોકરી જેમની સાથે 2 દિવસ પહેલા બળાત્કાર કરવામાં આવ્યો અને હોસ્પિટલમાં દાખલ છે. તે વિચારી રહી છે કે તે જલદી તેમનો ઇલાજ પૂરો કરી તેની નોર્મલ લાઇફ જીવવા લાગશે. જ્યારે તે એવુ વિચારી રહી હતી કે અચાનક એક મહિલા નર્સ આવી તેમની શરીર પરની ચાદર હટાવી તેમના શરીર પરના કપડા ઉતારી રહી હતી. તે કાંઇ વિચારે તે પહેલા એક પુરૂષ ડોક્ટર આવે છે અને હાશના મોજા પહેરી છોકરીના પેટ ઉપર હાથ ફેરવી તેમની યોનીમાં બે આંગળીઓ ઘુસાડી દે છે. છોકરી કાંઇ સમજી નથી શકતી કે શુ તેમની સાથે આ બીજી વાર રેપ થઇ રહ્યુ છે. અને ડોક્ટર તેમનુ કામ પુરૂ કરી નીકળી જાય છે. 14 વર્ષની એક માસુમ છોકરી થોડા કલાકો પહેલા રાક્ષશીઓથી બચી ને આવી હતી ત્યારે ફરી તે આ વસ્તુનો શિકાર બની હતી તેવુ તેમને લાગ્યુ.
શું આ ડોક્ટરે તેમની ઇજાજત લીધી હતી જ્યારે ભારતે આ ઇલાજનું નામ Two finger test આપ્યુ છે. એટલે કે બળાત્કાર પછી નો બીજો બળાત્કાર. જેમને નથી ખબર તેમને અમે જણાવી દઇએ કે Two finger test અમાન્ય, અવૈજ્ઞાનિક અને ગેર કાનૂની છે. એક રેપ પીડિતાની યોનીમાં આંગળીઓ નાખી ડોક્ટર એ જાણવા માંગે છે કે શું છે રેગ્યુલર સેક્સ કરે છે.શું તેમની સાથે હકીકતમાં રેપ થયો છે. ભારતમાં એવો કોઇ નિયમ નથી કે ડોક્ટર પોતાની મનમાની કરે તમને જણાવી દઇએ કે સુપ્રિમ કોર્ટે 2003માં આ Two finger testને દરીદંગી કહ્યુ હતુ. બીજા દેશોમાં આને અવૈજ્ઞાનિક, ગરિમા ઉપર હુમલો કરવો કહીને પુરૂ કરી દીધુ હતુ.