ક્રિસમસ 2023 નાતાલનો તહેવાર આજે ઉજવવામાં આવી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં ક્રિસમસનો આનંદ જોવા મળી શકે છે. દર વર્ષે આ તહેવાર 25મી ડિસેમ્બરે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે આ દિવસની પાછળની સ્ટોરી અને તેને ઉજવવાનું કારણ શું છે?
ક્રિસમસ એ ઈસુના જન્મની ઉજવણી માટે ઉજવવામાં આવતો તહેવાર છે. જે દુનિયાના ખૂણે ખૂણે ઉજવાય છે . કેક કટિંગ ચર્ચમાં જવું , એકબીજાને ગિફ્ટ આપવાની સાથે આ દિવસે બીજી એક વસ્તુનું પણ વિશેષ મહત્વ છે અને તે છે ક્રિસમસ ટ્રી, પરંતુ શું તમે જાણો છો કે આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને તેની ઉજવણી પાછળનું કારણ શું છે? તો આજે અમે તમને જણાવીશું કે શા માટે દર વર્ષે ક્રિસમસ ઉજવવામાં આવે છે?
ક્રિસમસ ફેસ્ટિવલ શું છે?
ક્રિસમસ બે શબ્દો “ખ્રિસ્ત” અને “માસ” થી બનેલો છે. જેનો અર્થ થાય છે ઈસુ ખ્રિસ્તનો પવિત્ર મહિનો. વિશ્વભરમાં દર વર્ષે 25 ડિસેમ્બરે ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. લોકો નાતાલની તૈયારી એક મહિના અગાઉથી જ શરૂ કરી દે છે. આ માટે તેઓ તેમના ઘરની સજાવટ પણ કરાવે છે એટલું જ નહીં ઘણા લોકો આ દિવસે એક ગ્રુપ પાર્ટીનું આયોજન કરે છે, જેમાં બધા મળીને મીણબત્તીઓ પ્રગટાવે છે અને ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના કરે છે અને પછી કેક કાપીને ખૂબ આનંદ કરે છે ગીતો ગાય છે ડાન્સ કરે છે અને દરેક સાથે સ્વાદિષ્ટ વાનગીઓ ખાય છે. આ બધા પછી નાના બાળકો સાંતાની રાહ જુએ છે અને પછી તેમાંથી એક સાન્ટા બને છે અને પાર્ટીમાં આવેલા તમામ લોકોને ભેટ આપે છે.
આ નાતાલ શા માટે ઉજવવામાં આવે છે?
જો કે, બાઇબલમાં ઈસુ ખ્રિસ્તના જન્મની તારીખ આપવામાં આવી નથી. તેથી તે માત્ર માન્યતાઓના આધારે ઉજવવામાં આવે છે. આ દિવસને નાતાલ તરીકે ઉજવવાને લઈને લોકોમાં ઘણા મતભેદ છે, પરંતુ ખ્રિસ્તી ધર્મની માન્યતા અનુસાર ભગવાન ઈશુ ખ્રિસ્તનો જન્મ 25મી ડિસેમ્બરે થયો હતો તેથી આ દિવસને ભગવાન ઈશુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે મધર મેરીને તેમના સપનામાં ઈશુના રૂપમાં ઈશ્વરના પુત્રને પ્રાપ્ત થવાની ભવિષ્યવાણી કરવામાં આવી હતી. આ પછી તે ગર્ભવતી થઈ અને પછી 25 ડિસેમ્બરે જીસસ ક્રાઈસ્ટનો જન્મ થયો.
એવું પણ કહેવાય છે કે 336 બીસીમાં, પ્રથમ ખ્રિસ્તી રોમન સમ્રાટ, જે ઈસુ ખ્રિસ્તના અનુયાયી હતા, તેમણે 25 ડિસેમ્બરને પ્રથમ વખત ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઉજવ્યો. પાછળથી, થોડા વર્ષો પછી, પોપ જુલિયસે પણ આ દિવસને ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઉજવવાની સત્તાવાર જાહેરાત કરી. ત્યારથી 25મી ડિસેમ્બરને ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઉજવવાની પરંપરા છે