કોન્ડોમના ઉપયોગથી જાતિય રોગો સામે રક્ષણ મળે છે, અનવોન્ટેડ પ્રેગનેન્સી એવોઈડ કરવામાં તે હેલ્પફૂલ છે તેવી વાતો ઘણી સાંભળવા મળે છે. પરંતુ તેનો ઉપયોગ કરવા છતાંય કેટલાક કિસ્સામાં જાતિય રોગનું ઈન્ફેક્શન લાગી જાય છે. વેલ, કોન્ડોમ સેફ તો છે જ, પરંતુ તેનો ઉપયોગ કરવામાં કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે. કોન્ડોમને યૂઝ કરવાની અને તેને સ્ટોર કરવાની કેટલીક ખૂબ સરળ વાતો છે. પરંતુ જો તમે તેને જાણતા ન હો તો તેનો ઉપયોગ કરવા છતાંય આપને કોઈ મુશ્કેલીમાં મુકાવું પડી શકે છે. ત્યારે, આવો જાણીએ કે કોન્ડોમનો તમે યોગ્ય ઉપયોગ કરી શકો તે માટે શું સાવધાની રાખવી જોઈએ. કેટલાક યંગસ્ટર્સને ખિસ્સામાં જ કોન્ડોમ રાખવાની આદત હોય છે. પરંતુ આવા લોકો માટે સલાહ છે કે તેમણે કોન્ડોમ રાખવાની બીજી કોઈ જગ્યા શોધી લેવી. કારણકે કોન્ડોમને ખિસ્સામાં રાખવાથી તેની ક્વોલિટી પર અસર પડી શકે છે. ખિસ્સામાં થતું ઘર્ષણ અને ટેમ્પરેચરમાં વધારાને કારણે કોન્ડોમની ઈફેક્ટિવનેસ ઘટે છે. જેના કારણે તે લીક થઈ જાય કે ફાટી જાય તેવી શક્યતા પણ વધી જાય છે. જો તમને કોન્ડોમ સાથે લઈને ફરવાનું જ ગમતું હોય તો બેટર રહેશે કે તમે તેને ખિસ્સાની જગ્યાએ તમારી બેગમાં રાખો. કોન્ડોમનો યૂઝ કરો ત્યારે તેની આગળ ઈજેક્યુલેટ માટે થોડી સ્પેસ રાખવી જરૂરી છે. જે તમે તેને પહેરો ત્યારબાદ આગળથી થોડો ખેંચીને કરી શકો છો. જો આમ નહીં કરો તો તે લીકેજ થવાની શક્યતા વધી જાય છે. આવું થશે તો કોન્ડોમનો યૂઝ કરવાનો આખો મતલબ જ માર્યો જશે. વળી, કેટલાક મસાજ ઓઈલ કે જેલ પણ કોન્ડોમને નુક્સાન પહોંચાડી શકે છે. જેથી આવા કોઈ ઓઈલ કે જેલ બાદ કોન્ડોમ યૂઝ કરવાનો હોય તો તે પહેલા તેના ઈન્ગ્રેડિએન્ટ્સ વિશે જાણી લો. મોટા ભાગના પુરુષોને કોન્ડોમની સાઈઝથી કોઈ સમસ્યા નથી થતી. પરંતુ કેટલાક પુરુષોના પ્રાઈવેટ પાર્ટની સાઈઝ કોન્ડોમની સાઈઝ કરતાં વધારે કે ઓછી હોઈ શકે છે. આવું થાય તો પણ કોન્ડોમ વાપરવો અનસેફ બની શકે છે. આવા કિસ્સામાં તમે કોન્ડોમ ખરીદતા પહેલા તેની સાઈઝની યોગ્ય માહિતી મેળવી શકો છો.
કેટલાક લોકો સહવાસની છેલ્લી ઘડીઓમાં જ કોન્ડોમ પહેરતા હોય છે. પરંતુ આમ કરવું ઘણું રિસ્કી બની શકે છે. આમ કરવાથી ન માત્ર પ્રેગનેન્સીનું જોખમ રહે છે, સાથે જાતિય રોગનું ઈન્ફેક્શન લાગવાની શક્યતા પણ વધી જાય છે. માટે જ સહવાસની શરૂઆતથી લઈને અંત સુધી કોન્ડોમનો યૂઝ કરવો જરૂરી છે. વેલ, છેલ્લા સમયે કોન્ડોમ કદાચ ચેક કરવાનું તમને ન સૂઝે તે સ્વાભાવિક છે, પરંતુ તે સારૂં રહેશે કે તેમાં કોઈ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે કે કેમ તે તમે જાતે જ ચકાસી જુઓ. આમ તો, બ્રાન્ડેડ કોન્ડોમમાં આવી કોઈ સમસ્યા થતી નથી. પરંતુ જો તમે કોઈ ચાન્સ ન લેવા માગતા હો તો કોન્ડોમને યૂઝ કરતા પહેલા ચકાસવો તમારા જ હિતમાં રહેશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.