મેષ
મેષ રાશિના જાતકો યોદ્ધા વાળી પ્રકૃતિ ધરાવે છે. આ લોકોને હારવું પસંદ નથી. આ લોકો દ્રઢ અને કઠોર હોય છે. આ લોકો ક્યારેય પરિસ્થિતિ કે લડાઈથી ભાગતા નથી. પણ દૅઢતાથી તેનો સામનો કરે છે. તેમના પાછલા જન્મમાં તેઓ એક યોદ્ધા કે સિપાહી રહ્યા હશે
વૃષભ
આ રાશિના લોકોની પોતાની વિચારશરણી હોય છે. તેઓ પોતાના નિર્ણય પર અટલ રહે છે. તેઓ જાણો છે કે કોઈ પણ પરિસ્થિતિમાં નેતા બનવું શું હોય છે. તેઓ બીજાને જોઈને આગળ શીખે છે અને વધે. તેઓ બીજા લોકોને પોતાની સફળતાનો શ્રેય પણ આપે છે. જેથી તેઓ પાછલા જન્મમાં નેતા, માર્ગદર્શક કે અન્વેષક રહ્યા હશે.
મિથુન
મિથુન રાશિના લોકોનું દિલ સોનાનું હોય છે. તેઓ બીજાની મુશ્કેલી જોઈને પણ દુઃખી થઈ જાય છે. તેઓ દિલથી બીજાની મદદ કરનારા હોય છે. વિના કોઈ સ્વાર્થે તેઓ બીજાની મદદ કરે છે. જેથી પાછલા જન્મમાં તેઓ ચિકિત્સક કે પછી કોઈ ઔષધિકારી રહ્યા હશે.
કર્ક
કર્ક રાશિના જાતકો મગજના ખૂબ તેજ હોય છે. તેઓ સ્વભાવે નમ્ર હોય છે. પરિસ્થિતિનો જોઈ તેઓ વ્યવહાર કરે છે. કોઈ વિષમ પરિસ્થિતિમાં પણ તેઓ સારુ શોધી કાઢે છે. જેથી દરેક પરિસ્થિતિને તેઓ પોતાની અનુકૂળ બનાવી લે છે. પાછલા જન્મમાં તેઓ કૌશલ્યપૂર્ણ કૂટનૈતિક વ્યકિત રહ્યા હશે.
સિંહ
આ રાશિના જાતકો ઘણા લાગણીશીલ અને ઉતાવળા હોય છે. તેઓ જાણે છે કે તેમને શું જોઈએ છે અને તે કેવી રીતે મેળવી શકાય. પાછલા જન્મમાં તેઓ કલાકાર, ચિત્રકાર કે મૂર્તિકાર રહ્યા હશે જે દુનિયાને પોતાના પ્રતિબિંબમાં બદલી દે.
કન્યા
કન્યા રાશિના જાતકો પોતાની શરતો પર જીવન જીવવામાં વિશ્વાસ રાખે છે. તેમના મગજમાં તેમની એક અલગ દુનિયા હોય છે. જે તેમણે પોતાના માટે બનાવેલી હોય છે. તેમના વિચારો તેમની માટે વધુ મહત્વ ધરાવે છે. તેઓ બીજાના વિચારોની પણ તેટલી કદર કરે છે. તેઓ પાછલા જન્મમાં વિચારક, દાર્શનિક કે સલાહકાર રહ્યા હશે.
તુલા
આ રાશિના લોકો ન્યાય કરવામાં સારા હોય છે. તેઓ ક્યાંય પક્ષપાત કરતા નથી. તેમની આ વિશેષતા તેમના વ્યકિતત્વને અલગ રંગ આપે છે. દરેક વ્યકિતના દ્રષ્ટિકોણને તેઓ સમજે છે. જેથી તેઓ પાછલા જન્મમાં જજ, ન્યાયાધીશ કે નિર્ણાયક રહ્યા હશે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના લોકો ખતરનાક હોય છે. તેમના વ્યકિતત્વ પર કોઈ શંકા કરી શકતુ નથી. તેઓ શાંત દેખાય છે. વાસ્તવમાં તેમના વ્યક્તિત્વને ઘણા ઓછા લોકો જાણે છે. તેમને છેડવામાં આવે તો તેઓ મારવા પણ તૈયાર થઈ જાય છે. તેઓ નિર્દયી હોય છે. જેથી પાછલા જન્મમાં તેઓ હત્યારા રહ્યા હશે, જેમણે કોઈની ભલાઈ માટે હત્યા કરી હશે.
ધન
ધન રાશિના લોકો પોતાની ધારણાને વ્યક્ત કરવામાં એક્સપર્ટ હોય છે. તેઓ ઘણા બુદ્ધિમાન હોય છે અને મહેનતથી કામ કરે છે. તેઓ રચનાત્મક હોય છે અને તેઓ શબ્દો કે સંગીતની મદદથી તમારી રચનાત્મકતાને બહાર લાવે છે. પાછલા જન્મમાં તેઓ લેખક કે સંગીતકાર રહ્યા હશે.