મહારાષ્ટ્રના મંત્રી બન્યા ટેસ્લાના પહેલા ભારતીય ગ્રાહક: પ્રતાપ સરનાઈકે ખરીદી મોંઘી ઈલેક્ટ્રિક કાર
વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ એલોન મસ્કની કંપની ટેસ્લાએ આખરે ભારતમાં પોતાની પ્રથમ કારની ડિલિવરી કરી દીધી છે. ત્યારે લોકોમાં એ સવાલ ઊઠવો સ્વાભાવિક છે કે દેશની પ્રથમ ટેસ્લા કાર કોના નામે થઈ છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકએ આ ગૌરવ હાંસલ કર્યું છે અને તેઓ ભારતમાં ટેસ્લા મોડેલ વાયના પ્રથમ માલિક બન્યા છે.
ટેસ્લા દ્વારા તેમને સત્તાવાર રીતે કારની ચાવી સોંપવામાં આવી હતી. ડિલિવરીના અવસરે પ્રતાપ સરનાઈકે પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે ભારતમાં સૌથી પહેલા ટેસ્લા કારના માલિક બનવું તેમના માટે ખૂબ જ ખાસ છે. તેમણે જણાવ્યું કે રાજ્યના પરિવહન મંત્રીની જવાબદારી નિભાવતા તેમણે આ કાર ખરીદવાનો નિર્ણય કર્યો અને આજે આ સ્વપ્ન પૂરું થયું. ચાલો હવે જાણીએ મોડેલ વાયની વિગતો.
ટેસ્લા મોડેલ વાયના વેરિઅન્ટ્સ અને પર્ફોર્મન્સ
ભારત માટે ટેસ્લા મોડેલ વાય બે વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ છે:
રીઅર-વ્હીલ ડ્રાઇવ (RWD): આમાં 60kWhની બેટરી આપવામાં આવી છે. તેની રેન્જ 500km છે અને તે 0-100 kmphની સ્પીડ માત્ર 5.9 સેકન્ડમાં પકડી લે છે.
લોંગ રેન્જ RWD: આમાં 75kWhની બેટરી આપવામાં આવી છે, જેની રેન્જ 622km સુધી છે અને તે 5.6 સેકન્ડમાં 0-100 kmphની સ્પીડ પકડી લે છે.
બંને વેરિઅન્ટ્સની ટોપ સ્પીડ 201 kmph છે. તેમાં 19-ઇંચ ક્રોસફ્લો એલોય વ્હીલ્સ અને સુપરચાર્જિંગ સપોર્ટ મળે છે, જેનાથી માત્ર 15 મિનિટના ચાર્જિંગમાં 267kmની રેન્જ મળે છે.
કિંમત અને ફીચર્સ
ટેસ્લા મોડેલ વાયના RWD વેરિઅન્ટની કિંમત ભારતમાં 59.89 લાખ (એક્સ-શોરૂમ) અને લોંગ રેન્જ RWDની કિંમત 67.89 લાખ (એક્સ-શોરૂમ) છે. આ ઉપરાંત, ટેસ્લાનું ફુલ સેલ્ફ-ડ્રાઇવિંગ પેકેજ પણ ઉપલબ્ધ છે, જેની કિંમત 6 લાખ રાખવામાં આવી છે.
આ કાર છ કલર્સમાં આવે છે, જેમાં Stealth Grey સ્ટાન્ડર્ડ કલર છે. ઇન્ટિરિયરનો વિકલ્પ બ્લેક અને વ્હાઇટમાં આપવામાં આવ્યો છે. આમાં ફાઇવ-સીટર લેઆઉટ, બંને રોમાં હીટેડ સીટ્સ અને પહેલી રોમાં વેન્ટિલેટેડ સીટ્સ મળે છે.
#WATCH | Mumbai, Maharashtra: Delivery of the first Tesla (Model Y) car from ‘Tesla Experience Center’ at Bandra Kurla Complex, Mumbai being made to State’s Transport Minister Pratap Sarnaik.
‘Tesla Experience Center’, the first in India, was inaugurated on July 15 this year. pic.twitter.com/2Y69HnzyYG
— ANI (@ANI) September 5, 2025
અત્યાર સુધી કેટલી બુકિંગ
રિપોર્ટ મુજબ, અત્યાર સુધી ટેસ્લાને ભારતમાં લગભગ 600 બુકિંગ મળી છે. જોકે કંપનીને આ આંકડો વધુ હોવાની આશા હતી.
બુકિંગ અને ડિલિવરી
ટેસ્લાનું બુકિંગ તેની ઓફિશિયલ સાઇટ અથવા મુંબઈ, દિલ્હી અને ગુરુગ્રામના શોરૂમથી કરી શકાય છે. હાલમાં રજિસ્ટ્રેશન અને ડિલિવરીની સુવિધા ફક્ત મુંબઈ, દિલ્હી અને ગુરુગ્રામ સુધી મર્યાદિત છે. કંપનીએ જણાવ્યું છે કે મોડેલ વાયની ડિલિવરી 2025ના ત્રીજા ક્વાર્ટરથી શરૂ થશે.
ભારતનું EV માર્કેટ
હાલમાં ભારતમાં ઇલેક્ટ્રિક કારનું માર્કેટ નાનું છે. એપ્રિલથી જુલાઈ 2025 વચ્ચે વેચાયેલી કુલ કારમાંથી માત્ર 5% EV કાર હતી. જોકે, તેનો ગ્રોથ ખૂબ જ ઝડપી છે. આ જ સમયગાળામાં EV કારનું વેચાણ 93% વધીને 15,500 યુનિટ્સ સુધી પહોંચી ગયું છે.