મુંબઇઃ મહારાષ્ટ્રમાં મુંબઇ અને થણે સહિત અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઇ ગયો છે. ગુરુવારે ઉત્તર કોંકણ સહિત મુંબઇ અને થાણેની માટે રેડ એલર્ટ જારી કરાયુ છે. અહીંય ભારે વરસાદની આશાંકા છે.
ભારતીય હવામાન વિભાગે, મુંબઇમાં વરસાદને લઇને આજે 15 ઓક્ટોબરની માટે મહારાષ્ટ્રના ઉત્તર કોંકણ ક્ષેત્ર સહિત મુંબઇ અને થાણેને રેડ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તો બીજી બાજુ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં હજી પણ વરસાદ આફત બનીને વરસી રહ્યો છે. બંને રાજ્યોમાં એનડીઆરએફની ટીમ સ્થિતિ સંભાળી રહી છે. બંને રાજ્યોમાં ભારે વરસાદથી જાન અને માલને મોટું નુકસાન પહોંચ્યુ છે.
મુંબઇના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. સાયન પોલીસ સ્ટેશન અને કિંગ્સ સર્કલની પાસે રોડ તળાવમાં ફેરવાઇ ગયા છે.
પંઢરપુરમાં દિવાલ ધસી જતા છના મોત
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના પંઢરપુરમાં ભારે વરસાદના કારમે ચંદ્રભાગા નદીના કિનારે બુધવારે એક દિવાલ ધસી ગઇ જેના કારણે છ લોકોના મોત થયા. પોલીએ આ માહિતી આપી છે. એક અધિકારીએ કહ્યુ કે,આ ઘટના શહેરના કુંભરઘાટની પાસે બપોરે ઘટી હતી. સોલાપુરના પોલીસ ઇન્ચાર્જ તેજસ્વી સતપુત્રે કહ્યુ કે, મૃતકોમાં એક જ પરિવારના ચાર સભ્યો શામે છે જેનું ઘર દિવાલની નજીક હતુ.
ઉપરાંત મૃતકોમાં બે અન્યો લોકો પણ છે જેમણે વરસાદથી બચવા માટે ત્યાં આશ્રય લીધો હતો.