Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે શાળા અને કોલેજોમાં બુરખા-હિજાબ પહેરવાની પરવાનગી માંગતી અરજીને ફગાવી દીધી છે. હવે શાળા-કોલેજોમાં નિયમ મુજબ ડ્રેસ કોડ લાગુ થશે.
બોમ્બે હાઈકોર્ટનો નિર્ણય શાળાઓ અને કોલેજોમાં બુરખા-હિજાબ પહેરવાની પરવાનગીની માંગ કરતી અરજી પર આવ્યો છે. હાઇકોર્ટે અરજી રદ કરી છે. શાળા અને કોલેજોમાં નિયમ મુજબ ડ્રેસ કોડ લાગુ થશે.
બોમ્બે હાઈકોર્ટે અરજી ફગાવી દીધી અને કહ્યું કે,
કોલેજમાં હિજાબ પર પ્રતિબંધ યોગ્ય છે. ચેમ્બુરની આચાર્ય-મરાઠા કોલેજે ડ્રેસ કોડ દ્વારા હિજાબ પર પ્રતિબંધ લાગુ કર્યો હતો. બોમ્બે હાઈકોર્ટે 9 વિદ્યાર્થિનીઓ દ્વારા હિજાબ પ્રતિબંધને આપવામાં આવેલ પડકારને ફગાવી દીધો હતો.
અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે હિજાબ પર પ્રતિબંધ ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે.
જોકે, કોલેજે હાઈકોર્ટમાં કરેલી પિટિશનમાં કરાયેલા આક્ષેપોને સખત રીતે નકારી કાઢ્યા હતા. કોઈપણ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કોઈ ઈરાદો નથી, કોલેજના તમામ વિદ્યાર્થીઓ માટે સમાન નિયમો લાગુ પડે છે.