Eknath Shinde Resigns: મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીના નિર્ણય પહેલા એકનાથ શિંદેએ CM પદથી આપ્યું રાજીનામું
Eknath Shinde Resigns મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મંગળવારે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે આ રાજીનામું બીજેપી વિધાનસભા દળની બેઠક શરૂ થાય તે પહેલા જ આપ્યું. તેમનું સંપૂર્ણ મંત્રીમંડળ પણ રાજીનામું આપી ચૂક્યું છે.
Eknath Shinde Resigns રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનએ શિંદેને નવી સરકારની રચના સુધી કાર્યકારી મુખ્યમંત્રી તરીકે બન્યા રહેવા કહ્યું છે. શિંદેના રાજીનામા બાદ નવા મુખ્યમંત્રીને લઈને ચાલી રહેલી અટકળો પર હવે શાંતિ આવી શકે છે. મંગળવારે થનારી બીજેપી વિધાનસભા દળની બેઠક પછી નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે.
ફડણવીસ-અજિત રહ્યા સાથે
રાજીનામા દરમ્યાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ શિંદે સાથે હાજર હતા, જેનાથી આગામી સરકારના ઘડતરમાં આ નેતાઓની મહત્વપૂર્ણ ભૂમિકા સ્પષ્ટ થાય છે. શિંદેના રાજીનામા સાથે મહારાષ્ટ્રને ટૂંક સમયમાં જ નવા મુખ્યમંત્રી મળી શકે છે.
Mumbai, Maharashtra: CM Eknath Shinde arrived at Raj Bhavan to submit his resignation, with DCMs BJP leader Devendra Fadnavis and NCP President Ajit Pawar already present pic.twitter.com/zrnSCW0GKu
— IANS (@ians_india) November 26, 2024
BJP વિધાનસભા દળની બેઠક પહેલા આપ્યું રાજીનામું
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મંગળવારે પોતાના પદેથી રાજીનામું આપ્યું. તેમણે આ રાજીનામું દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર, અને અન્ય નેતાઓ સાથે રાજભવન જઈને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને સોપ્યું.
હવે એવી શક્યતા છે કે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બને. મંગળવારે યોજાનારી બીજેપી વિધાનસભા દળની બેઠકમાં મુખ્યમંત્રીએટલે કે નેતાનું નામ નક્કી કરવામાં આવશે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે.
બેઠક બાદ ગૃહમંત્રી અમિત શાહ નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરશે. મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાની પ્રક્રિયા હવે ઝડપથી આગળ વધી રહી છે.