Eknath Shinde શિવસેનાની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો
Eknath Shinde મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેનાના મુખ્ય નેતા એકનાથ શિંદેએ પાર્ટીના ધારાસભ્યોને કડક ચેતવણી આપતાં જણાવ્યું કે, “તમારું એક ખોટું નિવેદન પાર્ટીની છબી અને સફળતાને નુકસાન પહોંચાડી શકે છે.” 30 જૂન, રવિવારના રોજ શિવસેનાની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં આ તીખું સંદેશ આપવામાં આવ્યું, જ્યાં શિંદે ફરી એકવાર મુખ્ય નેતા તરીકે ચૂંટાયા.
પદ કરતા કાર્યકરો મહત્વના
શિંદેએ સ્પષ્ટ કર્યું કે તેમની દૃષ્ટિએ પદનું મહત્વ નથી, પરંતુ કાર્યકરો મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું કે, “જ્યાં સુધી પક્ષમાં સર્વસંમતિ નહીં મળે, ત્યાં સુધી હું મુખ્ય નેતા તરીકે કામ કરતો રહીશ. હું કાર્યકર છું અને એ જ મારી સાચી ઓળખ છે.”
શિસ્ત અને જવાબદારીનું સંદેશ
શિંદેએ આગેવાનોએ જણાવ્યું કે ભાજપ વિરોધીઓ સામે બોલતી વખતે જાતને ન ઉઘાડી નાખવી જોઈએ. ઓછું બોલવું અને વધુ કામ કરવું એ પક્ષની સંસ્કૃતિ છે. શિસ્ત વિરુદ્ધ કોઈપણ હલકી વર્તન સહન કરાશે નહીં. ધારાસભ્યોના દરેક નિવેદનને ગંભીરતાથી જોવામાં આવશે.
મરાઠી ભાષા માટે અડગ વલણ
મરાઠી માનુષ અને ભાષા માટે અડગ રહેનાર શિંદેએ જણાવ્યું કે, “મરાઠી ભાષાને ઉચ્ચ સ્થાન મળ્યું છે. સરકાર દ્વારા મરાઠી ભાષા ભવન અને વિશ્વ મરાઠી પરિષદ જેવા પ્રયત્નો અમલમાં મુકાયા છે.”
લોકશાહી પ્રણાલી તરફ પગલાં
શિવસેના હવે સંપૂર્ણ લોકશાહી મંડળ તરીકે કાર્ય કરશે. દરેક પદ માટે ચૂંટણીઓ યોજાશે અને માત્ર સક્રિય સભ્યોને મત આપવાનો અધિકાર રહેશે. મતદાન ડિજિટલ અને પારદર્શક રીતથી 7 તબક્કામાં યોજાશે. નેતૃત્વ લાદવામાં નહીં આવે.
ચૂંટણી તૈયારી માટે એકતા પર ભાર
શિંદેએ આગેવાનોને સ્થાનિક ચૂંટણી માટે એકજૂટ થવાની હાકલ કરી. તેમણે કહ્યું કે, યોગ્ય ઉમેદવારને આગળ લાવવો અને વધુમાં વધુ મતદારોની નોંધણી કરવી જરૂરી છે. “શાખા એ આપણો આત્મા છે. નેતા બનતા પહેલા કાર્યકર બનો – એ જ સાચું નેતૃત્વ છે,” તેમણે ઉમેર્યું.