Maharashtra
Padmakar Valvi Joins BJP: મહારાષ્ટ્રમાં કોંગ્રેસને એક પછી એક મોટો ફટકો પડી રહ્યો છે. હવે એવા સમાચાર છે કે નેતા પદમાકર વલવી ભાજપમાં જોડાયા છે.
Padmakar Valvi News: મહારાષ્ટ્રમાં કોંગ્રેસને એક પછી એક મોટા આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસ નેતા પદમાકર વલવી ભાજપમાં જોડાયા છે. વલવી ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે અને અશોક ચવ્હાણની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. પદમાકર વલવી ત્રણ વખત નંદુરબાર જિલ્લામાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ ઉત્તર મહારાષ્ટ્રના કોંગ્રેસના મોટા નેતા છે અને અગાઉની કોંગ્રેસ-એનસીપી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગઈકાલે જ નંદુરબાર જિલ્લામાં પહોંચી હતી. પદ્માકર વલવી ભાજપમાં જોડાતા નંદુરબારમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.
પદમાકર વલવી ભાજપમાં જોડાયા
#WATCH | Maharashtra: Senior Maharashtra Congress leader Padmakar Valvi joins BJP, in the presence of state BJP President Chandrashekhar Bawankule and party leader Ashok Chavan, in Mumbai. pic.twitter.com/1EffzonleZ
— ANI (@ANI) March 13, 2024