પુણેમાં પીએમ મોદીઃ આજે પીએમ મોદી પુણેના પ્રવાસે છે. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુણે એરપોર્ટ પહોંચ્યા.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે તેમનું સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાન મોદીને આજે લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
પીએમ મોદી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે અને વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.
NCP વડા શરદ પવાર અને તેમના ભત્રીજા અજિત પવાર મંગળવારે પુણેમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર સમારંભ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ શેર કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુણેના શ્રીમંત દગડુશેઠ હલવાઈ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.