Rahul Narwekar: રાહુલ નાર્વેકરને બીજી વખત મહારાષ્ટ્ર વિધાનસભાની કમાન મળી, સ્પીકર પદે બિનહરીફ ચૂંટાયા
Rahul Narwekar ભાજપનાં નેતા રાહુલ નાર્વેકરને ફરી એકવાર મહારાષ્ટ્ર વિધાનસભાની કમાન મળી છે. સોમવારે નાર્વેકરને ફરી એકવાર મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ પદ માટે ચૂંટવામાં આવ્યા હતા. આ તેમનો બીજો કાર્યકાળ છે. આ પહેલા પણ રાહુલ નાર્વેકર મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રહી ચુક્યા છે.
અગાઉ, તેઓ જુલાઈ 2022 માં પ્રથમ વખત મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. ચૂંટણી સુધી રાહુલ નાર્વેકર મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર હતા. રવિવારે, તેમણે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ પદ માટે નામાંકન ભર્યું અને બિનહરીફ ચૂંટાયા. તેમની સામે કોઈએ ઉમેદવારી નોંધાવી ન હતી.
Rahul Narwekar ભાજપના નેતા રાહુલ નાર્વેકર કોલાબા મતવિસ્તારોમાંથી ધારાસભ્ય છે. તેઓ બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. સરકારે આજે બહુમતી સાબિત કરવી પડશે.
વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી બાદ નવી સરકારે ગૃહમાં બહુમતી સાબિત કરવી પડશે. આ પછી રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન રાજ્ય વિધાનસભાના બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધિત કરશે.
મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ તરીકેના તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન, નાર્વેકરે ચુકાદો આપ્યો હતો કે બાળ ઠાકરે દ્વારા સ્થાપિત પક્ષમાં વિભાજન પછી એકનાથ શિંદેની આગેવાની હેઠળની પાર્ટી વાસ્તવિક શિવસેના છે.
તેમણે એ પણ ચુકાદો આપ્યો હતો કે અજિત પવારની આગેવાની હેઠળનો જૂથ વાસ્તવિક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) છે, જેની સ્થાપના શરદ પવાર દ્વારા કરવામાં આવી હતી.