7 મહીનાથી ગુમ થયેલા મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ આજે મુંબઈ પહોંચી ગયા છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે તે તપાસમાં સંપૂર્ણ સભોગઆપશે અને તેમને દેશના ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે. ઉલ્લેખનીય છે કે કોર્ટે 100 કરોડની વસુલીના મામલામાં તેમને ભાગેડું જાહેર કર્યા છે.
સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢ્યા પછી મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહ સામે આવ્યા હતા. તેમણે ખુલાસો કરતા જણાવ્યું હતું કે તે મહારાષ્ટ્રમાં નથી પરંતુ ચંદીગઢમાં છે અને આગામી દિવસોમાં મુંબઈ પહોચીને તપાસમાં સામેલ થશે. પરમબીર સિંહે કોર્ટને ધરપકડમાંથી રાહત આપી હતી. જોકેચોખ્ખું કહ્યું હતું કે તે કોઈ જગ્યાએ બહાર જઈ શકશે નહિ. તે પછીથી તે અચાનક ગુમ થઈ ગયા હતા અને પછીથી તેમણે ખુલાસો કર્યો હતો કે ચંદીગઢમાં છે. પરમબીર સિંહના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે મુંબઈમાં તેમના જીવને ખતરો છે. પછીથી કોર્ટે આ અંગે વકીલની ઝાટકણી કાઢી હતી. પૂર્વ પોલીસ કમિશ્નરની વિરુદ્ધ મુંબઈના પોલીસ સ્ટેશનમાં 5 કેસ નોંધાયેલા છે. થોડા દિવસો પહેલા જ્યારે આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી ત્યારે કોર્ટે પરમબીર સિંહના વકીલની ઝાટકણી કાઢી હતી. પરમબીર સિંહ પર ખંડણી ઉધરાવવાનો આરોપ છે.આ પહેલા મુંબઈની કોર્ટે પરમબીર સિંહને ભાગેડુ જાહેર કર્યા હતા. ભાગેડુ જાહેર કરાયા બાદ મુંબઈ પોલીસ તેને વોન્ટેડ આરોપી અને મીડિયા સહિત દરેક સંભવિત સ્થળોએ ભાગેડુ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી આ નિયમો મુજબ જો તેઓ 30 દિવસની અંદર સામે નહીં આવે તો મુંબઈ પોલીસ તેમની મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી શકે છે.
આ પહેલા ગૃહ વિભાગે પરમવીર ગુમ રહેવાની જાણકારી ઇન્ટેલિજન્સ બ્યૂરોને પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે પરમબીર ઘણા મહીનાથી ખરાબ આરોગ્યને કારણે છુટ્ટીપર ગયા બાદથી ગુમ હતા. ગૃહ વિભાગે સિંહને તેમના ચંદીગઢ ખાતેના ઘરે અનેક વખત પત્ર મોકલ્યા અને તેમના ઠેકાણા બાબતે પૂછપરછ પણ કરી હતી, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. ગયા મહીને ગૃહ મંત્રી દિલીપ વાલસે પાટિલે કહ્યું હતું કે તેઓ IPS અધિકારી સામે કાર્યવાહી કરવા માટે અખિલ ભારતીય સેવા નિયમોની જોગવાઈઓને જોઈ રહ્યા છે.મુંબઈની થાણે પોલીસે જુલાઈમાં પરમબીર સિંહ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી. તે પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ સામે તેમના દ્વારા ભ્રષ્ટાચારની તપાસ માટે તેઓ રાજ્ય સરકાર દ્વારા રચાયેલી ચાંદીવાલ આયોગની સામે હાજર થઈ રહ્યા ન હતા. ત્યારબાદ તેમને 5, પછી 25 અને બાદમાં 50 હજારનો દંડ કર્યો હતો. પછી પણ જ્યારે પરમવીર હાજર ન થયા ત્યારે તેમનું વોરન્ટ જાહેર કરવામાં આવ્યું હતું.સરકારના ગૃહ વિભાગે પરમબીર સિંહની સામે લાગેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે 7 સભ્યોની SIT ટીમની રચના કરી હતી. આ ટીમની અધ્યક્ષતા DCP કક્ષાના અધિકારી કરી રહ્યા છે. અગ્રવાલ સામે જુહુ પોલીસ સ્ટેશનમાં દાખલ માકોકાના કેસની તપાસ પણ SIT કરશે. પરમબીર કમિશ્નર તરીકે હતા ત્યારે અગ્રવાલ સામે છોટા શકીલ સાથે સંબંધ હોવાના આરોપો લગાવતા માકોકાનો કેસ નોંધાયો હતો.