Maharashtra Elections: મહારાષ્ટ્રની ચૂંટણીમાં 60 ટકા કલંકિત ઉમેદવારોને હરાવો
સર્વોચ્ચ અદાલતના આદેશને ઘોળીને પી જતાં પક્ષો, આરોપીઓને કાયદા બનાવવાનું કામ સોંપશે
અમદાવાદ, 20 નવેમ્બર 2024
Maharashtra Elections: 2024ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડી રહેલા મુખ્ય પક્ષોએ 54% થી 68% ઉમેદવારોને ટિકિટ આપી છે. શરેરાશ 60 ટકા થાય છે. સુપ્રીમ કોર્ટે 13 ફેબ્રુઆરી, 2020ના રોજ આદેસ કર્યો હતો કે, રાજકીય પક્ષોને આ પ્રકારની પસંદગીના કારણો સમજાવવા અને ગુનાહિત પૃષ્ઠભૂમિ વગરની અન્ય વ્યક્તિઓને ઉમેદવાર તરીકે કેમ પસંદ કરી શકાય નહીં. ફરજિયાત માર્ગદર્શિકા મુજબ, આવી પસંદગીના કારણોમાં સંબંધિત ઉમેદવારની લાયકાત, સિદ્ધિઓ અને યોગ્યતાઓનો સંદર્ભ હોવો જોઈએ. પણ રાજકીય પક્ષો તેના કારણો પાયાવિહોણા જાહેર કરી દે છે.
Maharashtra Elections: કલંકિત ઉમેદવારોને મેદાનમાં ઉતારવા માટે આ નક્કર કારણો નથી. રાજકીય પક્ષોને ચૂંટણી પ્રણાલીમાં સુધારો કરવામાં કોઈ રસ નથી. કાયદા તોડનારાઓ વિધાનસભામાં જઈને કાયદા ઘડે છે. તેથી આપણી લોકશાહીને નુકસાન થાય છે. પ્રજા આવા ઉમેદવારોને લાગણીમાં આવી જઈને ચૂંટે નહી એવું ઘણા સમજુ નાગરિકો માને છે.
મહારાષ્ટ્ર 2024ની વિધાનસભા ચૂંટણીમાં લડતા 4136 ઉમેદવારોમાંથી 2201ના સોગંદનામાનું એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને મહારાષ્ટ્ર ઇલેક્શન વોચે વિશ્લેષણ કર્યું છે. મુખ્ય પક્ષો (કોંગ્રેસ, ભાજપ, એનસીપી, એનસીપી-શરદચંદ્ર પવાર, શિવસેના અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના ઉમેદવારોના મોટાભાગના સોગંદનામાને આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ફોજદારી કેસ ધરાવતા પક્ષ મુજબના ઉમેદવારો:
પક્ષ મુજબના ઉમેદવારોએ તેમની એફિડેવિટમાં પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે.
વિશ્લેષણ કરાયેલા 149 ઉમેદવારોમાંથી 102 (68%) ભાજપના છે.
વિશ્લેષણ કરાયેલા 101 ઉમેદવારોમાંથી 59 (58%) કોંગ્રેસના છે.
વિશ્લેષણ કરાયેલા 95 ઉમેદવારોમાંથી 63 (66%) શિવસેના (ઉદ્ધવ)ના છે.
વિશ્લેષણ કરાયેલા 84 ઉમેદવારોમાંથી 51 (61%) NCP-શરદચંદ્ર પવારના છે.
વિશ્લેષણ કરાયેલા 81 ઉમેદવારોમાંથી 52 (64%) શિવસેનાના છે.
વિશ્લેષણ કરાયેલા 59 ઉમેદવારોમાંથી 32 (54%) NCPના છે.
ગંભીર ગુનાહિત કેસ ધરાવતા પક્ષ મુજબના ઉમેદવારો:
પક્ષ મુજબના ઉમેદવારોએ તેમના સોગંદનામામાં પોતાની સામે ગંભીર ગુનાહિત કેસ જાહેર કર્યા છે.
- ભાજપના 149 માંથી 57 ઉમેદવારો (38%).
- કોંગ્રેસના 101માંથી 35 ઉમેદવારો (35%).
- શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) 95માંથી 40 ઉમેદવારો (42%).
- NCP-શરદચંદ્ર પવાર 84 ઉમેદવારોમાંથી 28 (33%).
- શિવસેનાના 81માંથી 34 ઉમેદવારો (42%).
- NCPના 59માંથી 22 ઉમેદવારો (37%).
મહિલાઓ સામેના અપરાધ સંબંધિત જાહેર કરાયેલા કેસો ધરાવતા ઉમેદવારોઃ
50 ઉમેદવારોએ મહિલાઓ સામેના ગુના છે, જેમાં 2 ઉમેદવારોએ બળાત્કાર (IPC કલમ-376)નના ગુના છે.
ખૂન સંબંધિત (IPC કલમ 302) અપરાધ નોંધાયા હોય એવા 6 ઉમેદવારો છે.
હત્યાના પ્રયાસના અપરાધ નોંધાયા હોય એવા (IPC કલમ 307 અને BNS કલમ 109) 39 ઉમેદવારોછે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માં ઉમેદવારોની પસંદગીમાં રાજકીય પક્ષો પર સર્વોચ્ચ અદાલતના આદેશની કોઈ અસર થઈ નથી.
ફોજદારી કેસ ધરાવતા લગભગ 29% ઉમેદવારો બનાવીને ચૂંટણી જીતવાની જૂની રીત અપનાવી છે. જે ખરેખ અધવાતના આદેશની વિરૃદ્ધમાં છે.
પક્ષોએ કલંકિત ઉમેદવારો બાવ્યા (ટકા)
- પક્ષો – આરોપીઓ – કરોડપતિ
- રાષ્ટ્રિય પક્ષો 45% 66%
- પ્રદેશિક પક્ષો 60% 91%
- નોંધાયેલા પક્ષો 18% 21%
- અપક્ષો 15% 13%
- કૂલ ઉમેદવારો 29% 38%