Abu Azmi: ઓપરેશન સિંદૂર પર અબુ આઝમીનું વિવાદાસ્પદ નિવેદન
Abu Azmi ઓપરેશન સિંદૂર’ને લઈને જ્યાં એક તરફ સમગ્ર દેશમાં દેશભક્તિ અને સેનાની બહાદૂરીની પ્રશંસા થઈ રહી છે, ત્યાં બીજી તરફ સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીના નિવેદનોએ નવી ચર્ચાને જન્મ આપ્યો છે. તેમણે જણાવ્યું કે સરકારે જે પગલાં લીધાં છે તેના માટે સમગ્ર દેશ અને તમામ રાજકીય પક્ષો ભારતીય સેના પાછળ ઊભા છે, પરંતુ સાથે સાથે તેમણે મુસ્લિમો પર થઈ રહેલા જુલમ પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા.
અબુ આઝમીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન એક દુશ્મન દેશ છે અને ત્યાંથી આવીને નિર્દોષ લોકોને ધર્મના આધાર પર મારી નાખવામાં આવતા હતા, પરંતુ આજે ભારતભી માં એક પ્રકારનું ધર્મ આધારિત વિભાજન થઈ રહ્યું છે. તેઓએ ખાસ ઉલ્લેખ કર્યો કે કાશ્મીરમાં કેટલાક મુસ્લિમોએ આતંકી હુમલાના સમયે હિન્દુ પ્રવાસીઓને બચાવવા માટે પોતાનો જીવ પણ આપ્યો, જે પ્રશંસા પાત્ર છે. તેમણે આદિલ નામના યુવાનનું ઉદાહરણ આપતાં કહ્યું કે તેણે હિન્દુ પ્રવાસીને બચાવતાં પોતાનું બલિદાન આપ્યું, પરંતુ દેશભરમાં તેને કદર મળતી નથી.
Mumbai, Maharashtra: On #OperationSindoor, State Samajwadi Party President and MLA Abu Azmi says, "Not just me, the entire country, 140 crore people, the entire Opposition, everyone agrees that if the government takes steps to end terrorism, we will fully support it. We all pray… pic.twitter.com/7HFumgcOKa
— IANS (@ians_india) May 8, 2025
તેમણે વધુમાં જણાવ્યું કે કાશ્મીરીઓએ પોતાના ઘરના દરવાજા ખોલીને અસહાય લોકોને આશરો આપ્યો, તેમ છતાં આજકાલ કાશ્મીરી મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યો છે. તેમણે પંજાબ અને ઉત્તરાખંડ જેવી જગ્યાઓ પર કાશ્મીરીઓ સામે વલણ બદલાયું હોવાનું આક્ષેપ કર્યો.
આઝમીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પણ અપીલ કરી કે देशના મુસ્લિમોને ન્યાય મળે અને તેમના પર થતો અન્યાય બંધ થાય. તેમણે જણાવ્યું કે હિન્દુ અને મુસ્લિમ બંને સમાનપણે રાષ્ટ્રની સેવા કરે છે, પરંતુ એક સમુદાયને હંમેશા શંકાની નજરથી જોવાઈ રહ્યો છે.
તેઓએ પૃથ્વીરાજ ચવ્હાણના નિવેદનનું સમર્થન કરતા કહ્યું કે “યુદ્ધ ભાવનાઓથી નહીં, શસ્ત્રોથી જીતવામાં આવે છે. ઓપરેશન સિંદૂર નામ લાગણીપ્રેરિત છે.”