Ashok Chavan Resigns:કોંગ્રેસ નેતા અશોક ચવ્હાણ આજે (સોમવારે) સવારે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને મળ્યા હતા. ચવ્હાણ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી શકે છે.
મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે.
ચવ્હાણ ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચા છે. જો અશોક ચવ્હાણ આ પગલું ભરશે તો કોંગ્રેસ માટે તાજેતરના સમયમાં આ ત્રીજો આંચકો હશે. આ પહેલા મિલિંદ દેવરા અને બાબા સિદ્દીકીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. સિદ્દીકી અજિત પવારના જૂથની NCPમાં જોડાઈ ગયા છે. દેવરા શિંદે શિવસેનામાં જોડાયા છે.