BJP Richest Candidate સંપત્તિ મામલે ગુજરાતના તમામ ધારાસભ્યો પર ભારે પડ્યા મહારાષ્ટ્રના આ ગુજરાતી ધારાસભ્ય
BJP Richest Candidate ગુજરાતની ગણના દેશના સમૃદ્ધ રાજ્યમાં થાય છે. રાજ્યના 180 ધારાસભ્યોની સંપત્તિ 3000 કરોડથી વધુ છે. જોકે મહારાષ્ટ્રના એક ધારાસભ્યની કુલ સંપત્તિ ગુજરાતના તમામ ધારાસભ્યો કરતાં વધારે છે. એડીઆરના રિપોર્ટમાં આ ખુલાસો થયો હતો.
ગુજરાતના ધારાસભ્યોની કેટલી છે કુલ સંપત્તિ
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના અહેવાલ મુજબ, 28 રાજ્ય અને 3 કેન્દ્રશાસિત પ્રદેશના 4092 ધારાસભ્યોની કુલ સંપત્તિ 73,348 હજાર કરોડ છે. દેશમાં કર્ણાટકના ધારાસભ્યો પાસે સૌથી વધુ સંપત્તિ છે. કર્ણાટકના 223 ધારાસભ્યો પાસે 14179 કરોડની સંપત્તિ છે. મહારાષ્ટ્રના 286 ધારાસભ્યો પાસે 14424 કરોડ, આંધ્રપ્રદેશના 174 ધારાસભ્યો પાસે 11323 કરોડ, તેલંગાણાના 119 ધારાસભ્યો પાસે 4637 કરોડ, ઉત્તર પ્રદેશના 403 ધારાસભ્યા પાસે 3247 કરોડ અને ગુજરાતના 180 ધારાસભ્યો પાસે 3009 કરોડ રૂપિયાની સંપત્તિ છે. દેશના 6 રાજ્યાનો ધારાસભ્યો પાસે જ 66 ટકા જેટલી સંપત્તિ છે.
મહારાષ્ટ્રના એક જ ધારાસભ્યની સંપત્તિ ગુજરાતના તમામ ધારાસભ્યથી વધારે
મહારાષ્ટ્રના ઘાટકોપર પૂર્વ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય પરાગ શાહની સંપત્તિ 3383 કરોડ રૂપિયા છે. જે ગુજરાતના 180 ધારાસભ્યની કુલ સંપત્તિ 3009 કરોડથી વધારે છે. ગુજરાતમાં સૌથી વધુ સંપત્તિ માણસાના ધારાસભ્ય જયંતી પટેલ પાસે છે. તેમની સંપત્તિ 661 કરોડ રૂપિયા છે.