Maharashtra 5 વિદેશી યુનિવર્સિટીઓ મળશે તાજમહેલ પેલેસમાં લેટર ઓફ ઈન્ટેન્ટ, નવી મુંબઈ એરપોર્ટ નજીક ઉભરશે એજ્યુકેશન સિટી
Maharashtra મહારાષ્ટ્ર સરકારના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના સહકારથી મુંબઈમાં એક ઐતિહાસિક પ્રોજેક્ટની શરૂઆત થઈ રહી છે. આ યોજના હેઠળ મુંબઈને ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય શિક્ષણ શહેર બનાવવાનો દાવો કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે ‘મુંબઈ રાઇઝિંગ – ક્રિએટિંગ એન ઇન્ટરનેશનલ એજ્યુકેશન સિટી’ નામની પહેલ શરૂ કરી છે, જેમાં પાંચ પ્રતિષ્ઠિત વિદેશી યુનિવર્સિટીઓને લેટર ઓફ ઈન્ટેન્ટ (LOI) આપવામાં આવશે.
આ પાંચ યુનિવર્સિટીઓમાં શામેલ છે –
- એબરડીન યુનિવર્સિટી (સ્કોટલેન્ડ)
- યોર્ક યુનિવર્સિટી (યુકે)
- યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા
- ઇલિનોઇસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (યુએસએ)
- ઇસ્ટિત્યુટો યુરોપિયો ડી ડિઝાઇન (IED) (ઈટાલી)
આ અગ્રણી યુનિવર્સિટીઓને મુંબઈ અને નવી મુંબઈમાં કેમ્પસ સ્થાપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, જે દેશના વિદ્યાર્થીઓને ઉચ્ચતમ ગુણવત્તાવાળી આંતરરાષ્ટ્રીય શિક્ષણ સેવા આપશે.
નવી મુંબઈ એરપોર્ટ નજીક ઊભરશે આ શિક્ષણ સિટી
મહારાષ્ટ્ર સરકાર સિડકો (SIDCO) સાથે મળીને આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. નવી મુંબઈમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક 5 કિલોમીટરના ત્રિજ્યામાં ફેલાયેલું આ શિક્ષણ સિટી દેશનું પ્રથમ આવું કેન્દ્ર હશે, જ્યાં આંતરરાષ્ટ્રીય ધોરણની શિક્ષણ સુવિધાઓ મળશે. આ સ્થળને ભારતીય અને વિદેશી વિદ્યાર્થીઓ માટે એક નવા શૈક્ષણિક હબ તરીકે વિકસાવવાનો ઉદ્દેશ છે.
भारत में अंतरराष्ट्रीय विश्वविद्यालयों का प्रथम शैक्षणिक हब होगा मुंबई/नवी मुंबई में!@narendramodi @Dev_Fadnavis#Maharashtra #DevendraFadnavis #MumbaiRising #InternationalEducationCity pic.twitter.com/BdUQEELgJ6
— CMO Maharashtra (@CMOMaharashtra) June 14, 2025
ભારતીય વિદ્યાર્થીઓ માટે વૈશ્વિક શૈક્ષણિક તકો
આ પ્રોજેક્ટ માત્ર શિક્ષણમાં સુધારો જ નહીં લાવશે, પરંતુ વિવિધ દેશોના વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે સાંસ્કૃતિક અને શૈક્ષણિક સહયોગનું એક નવું માધ્યમ પણ બની જશે. એજ્યુકેશન સિટી દ્વારા વિદ્યાર્થીઓને ઘર બેઠા વૈશ્વિક સ્તરના અભ્યાસક્રમો મેળવી શકાશે, જે તેમના ભવિષ્ય માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
મહારાષ્ટ્ર સરકારની આ પહેલથી Mumbai international education hub તરીકે આગળ આવશે અને સમગ્ર દેશના યુવાનો માટે શિક્ષણ અને સંશોધનના નવા દરવાજા ખુલશે.