Maharashtra Budget 2025: EV વાહનને લઈ મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય
Maharashtra Budget 2025: મહારાષ્ટ્રના નાણામંત્રી અજિત પવારે 2025-26 ના બજેટમાં મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જેમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)ના વેચાણને લગતા નવો ટેક્સ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે, જો રાજયમાં ઇલેક્ટ્રિક વાહનની કિંમત 30 લાખ રૂપિયાથી વધુ થશે, તો તેને 7% ટેક્સ લાગશે. આનો અર્થ એ થયો કે લક્ઝરી EV વાહનોના માલિકો હવે વધારે કર ચૂકવવાનો પડકાર મળશે.
આ નિર્ણય એ સમયે લેવામાં આવ્યો છે, જ્યારે EV વેચાણમાં મહારાષ્ટ્ર દેશમાં અગ્રણી રાજ્ય છે. 2024 માં, મહારાષ્ટ્રમાં 2,10,174 ઇલેક્ટ્રિક વાહનો વેચાયા હતા, અને મોટો હિસ્સો ટુ-વ્હીલરોનો હતો. રાજ્ય સરકાર એ પહેલાં EV ખરીદવા માટે સબસિડી જોગવાઈઓ પણ રજૂ કરી હતી, જેમાં ટુ-વ્હીલર પર 25,000 રૂપિયા સુધી, થ્રી-વ્હીલર પર 30,000 રૂપિયા સુધી, અને ફોર-વ્હીલર પર 2.5 લાખ રૂપિયા સુધીની બચત મળતી હતી.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા, 2025-26 ના બજેટમાં માર્ગ વિકાસ માટે 6,589 કરોડ રૂપિયાનો ભંડોળ ફાળવવામાં આવ્યો છે, જે 1500 કિલોમીટરના નવા રસ્તાઓના નિર્માણ માટે વપરાશે. આ પ્રોજેક્ટમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અને ભવિષ્ય નિધિ સડક યોજનાનો સમાવેશ થાય છે.
ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ આ બજેટને આવકારતા કહ્યું, “અમારા મેનિફેસ્ટોમાં જે કંઈ કહેવાયું તે મિસ્ટેક નહોતું. દરેક જાહેરાત 5 વર્ષ માટે અમલમાં મૂકવામાં આવશે.” મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ રાજકોષીય ખાધની સ્થિતિ પર ભાર મૂકતા કહ્યું, “અમે 25% GSDP પર લોન લેવા પાત્ર છીએ, પરંતુ હાલ 18% જ લઈ રહ્યા છીએ.”
આ નવા ટેક્સનો નિર્ણય EV માલિકો માટે એક પડકાર બની શકે છે, ખાસ કરીને જે લક્ઝરી EVના માલિક છે.