Maharashtra: મુખ્યમંત્રી ફડણવીસે વિધાનસભામાં રજૂ કર્યું ‘જાહેર સુરક્ષા બિલ
Maharashtra: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ૧૦ જુલાઇએ વિધાનસભામાં મહારાષ્ટ્ર જાહેર સુરક્ષા બિલ ૨૦૨૪ રજૂ કર્યું છે. આ બિલનો ઉદ્દેશ રાજ્યમાં વધતા કટ્ટરપંથી ડાબેરી વિચારધારા અને માઓવાદી પ્રભાવને રોકવાનો છે. ખાસ કરીને ગઢચિરોલી અને કોંકણ જેવા વિસ્તારોમાં માઓવાદી ઉગ્રવાદીઓની પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે.
બિલમાં એવા સંગઠનો અને વ્યક્તિઓ સામે કડક કાર્યવાહીનો પ્રાવધાન છે જે ગેરકાયદેસર હિંસા અને સરકાર વિરુદ્ધ સક્રિયતામાં સામેલ હોય છે. મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું કે આ બિલ UAPAથી વધુ વ્યાપક છે કારણકે UAPA માત્ર સક્રિય આતંકવાદી પ્રવૃત્તિઓ સુધી સીમિત છે, જ્યારે આ બિલ હિંસા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપનારા ગઠબંધનો સામે કામ કરશે.
બિલના અમલ પર ત્રીજી સભ્યોની સમિતિ રહેશે જેમાં હાઇકોર્ટના વર્તમાન અથવા નિવૃત્ત ન્યાયાધીશ, એક જિલ્લા મેજિસ્ટ્રેટ અને એક સરકારી વકીલનો સમાવેશ થશે. આ સમિતિ કોઈપણ કાર્યવાહી પહેલાં કેસની સાવધાનીપૂર્વક સમીક્ષા કરશે અને દુરુપયોગને રોકશે.
ફડણવીસે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં 64 ડાબેરી ઉગ્રવાદી સંગઠનો સક્રિય છે, જે શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ફેલાઈ રહ્યા છે. આ કાયદો માત્ર રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ લોકો વિરુદ્ધ લાગુ પડશે અને તેના દુરુપયોગ માટે કોઇ જગ્યાં નથી.
મુખ્યમંત્રીનો દાવો છે કે આ કાયદો બીજાં રાજ્યોના સમાન કાયદાઓ કરતાં વધારે સંતુલિત અને વ્યાવહારિક છે. આ કાયદો માત્ર રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને લક્ષ્ય બનાવશે અને તેનો દુરુપયોગ નહીં થાય.
આ સાથે ફડણવીસે કહ્યું કે જો કોઈ સંગઠન ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલું હોય તો પહેલા સરકાર જાહેરાત કરશે અને પછી ત્રણ સભ્યોની સમિતિ મંજૂરી આપશે, ત્યારબાદ જ કાર્યવાહી શક્ય રહેશે. તે સંગઠન પણ એક મહિનાની અંદર હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે.