Maharashtra Monsoon Update મહારાષ્ટ્રમાં વરસાદી તબાહી: નીરા નહેર તૂટી, 150થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યાં
Maharashtra Monsoon Update આ વર્ષે મહારાષ્ટ્રમાં ચોમાસું એના નિર્ધારિત સમયથી 12 દિવસ વહેલું આવી ગયું છે. સામાન્ય રીતે 7 જૂન આસપાસ ચોમાસું પ્રવેશે છે, પરંતુ આ વર્ષે 25 મેના રોજ ચોમાસાએ રાજ્યમાં પ્રવેશ કર્યો. શરૂઆતથી જ ભારે વરસાદને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, ખાસ કરીને બારામતી, દૌંડ અને પુણે જિલ્લામાં ભારે તબાહી જોવા મળી છે.
બારામતીમાં નીરા દાવા નહેર તૂટી, હાઇવે અને ઘરો પાણીમાં
ભારે વરસાદને કારણે બારામતીમાં નીરા દાવા નહેર તૂટી ગઈ, જેના કારણે પાણી પારાવાર વહેતું થયું અને કાટેવાડી-ભવાનીનગર રોડ સહિતના માર્ગો પર પાણી ફરી વળ્યાં. લગભગ 150થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. પાલખી હાઇવે પર ટ્રાફિક બંધ કરવો પડ્યો છે. પિંપળી વિસ્તારની ખેતીને પણ ભારે નુકસાન થયું છે. સાથે જ, NDRF ટીમો રાહત અને બચાવ કાર્યમાં તાત્કાલિક તૈનાત કરાઈ છે.
દૌંડ અને પુણે જિલ્લામાં પણ પૂરની સ્થિતિ, પોલીસ અને વહીવટ તંત્ર એલર્ટ
દૌંડ અને પુણેના ઘણા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોનું જિનગીયાન વ્યસ્થ થઈ ગયું છે. પુણે-સોલાપુર હાઇવે પાણીમાં ડૂબી ગયો હતો અને એક કાર તણાઈ ગઈ હતી, જો કે કોઈ જાનહાનિ થઈ નથી. બે જર્જરિત ઇમારતો ખાલી કરાવી દેવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થામાં પોલીસ, NDRF, અને સ્થાનિક તંત્ર સતત કાર્યરત છે.
રાજકીય નેતાઓની મુલાકાતો અને રાહતના સંકેતો
નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પરિસ્થિતિનું તાત્કાલિક નિરીક્ષણ કર્યું છે અને તંત્રોને એલર્ટ રાખવા આદેશ આપ્યો છે. સાંસદ સુપ્રિયા સુલેએ નાગરિકોને સતર્ક રહેવાની અપીલ કરી છે અને વહીવટીતંત્રને ઝડપી રાહત કામગીરી શરૂ કરવા કહ્યું છે.
અગાઉથી શરૂ થયેલું ચોમાસું – આશિર્વાદ કે પડકાર?
મહારાષ્ટ્રના ખેડૂતો માટે ચોમાસાનું વહેલું આગમન ખુશીની વાત બની, પણ વરસાદની વધુતા સાથે જે તબાહી આવી છે, તે ચિંતા ઉપજાવતી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં મુંબઈ સહિત કોંકણ-મધ્ય મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે, જેથી રાહત એજન્સીઓ માટે આ વધુ પડકારજનક બની શકે છે.