Maharashtra મહારાષ્ટ્રની રાજકારણમાં ફરીથી એકતા?
Maharashtra મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ભાઈઓ – ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે –ના સંભવિત મળાપની ચર્ચા શરૂ થઈ છે. છેલ્લા ઘણા વર્ષોથી એકબીજા વિરુદ્ધ રાજકીય મંચ પર ઊભા રહેલા બંને ભાઈ હવે એકજ મંચ પર જોવા મળી શકે છે તેવી અફવાઓએ વેગ પકડી લીધો છે. આ ચર્ચાઓને વધુ ઉત્તેજનાપૂર્વક આગળ વધારતો સંજોગ બન્યો છે શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતનું તાજું નિવેદન.
નાસિકમાં પત્રકારો સાથે વાતચીત દરમ્યાન સંજય રાઉતે કહ્યું કે, “અમે રાજ ઠાકરે સાથે મળીને કામ કરવા માટે સકારાત્મક ભાવનાને અંત સુધી જાળવી છે. જો તેઓ મહારાષ્ટ્રના હિત માટે આગળ આવે છે, તો અમારું સ્વાગત છે. પરંતુ એક સ્પષ્ટ શરત છે – ભાજપ, એકનાથ શિંદે અથવા જેમણે મહારાષ્ટ્રના પીઠમાં છરા ઘુંસાડ્યા છે, એવા કોઈ પણ પક્ષ સાથે સમજૂતી નહિ થાય.”
મુલાકાતોનો રાજકીય અર્થશાસ્ત્ર
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે શિંદે જૂથના મંત્રી ઉદય સામંતે રાજ ઠાકરેનાં નિવાસે જઈને મુલાકાત લીધી હતી. જો કે, સામંતે મુલાકાતને નિમિત્તમાત્ર ગણાવી હતી અને રાજકીય ચર્ચાને નકારી કાઢી હતી, પરંતુ મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં તેને ગંભીર સંકેત તરીકે લેવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે, અને તે પૂર્વે થતી આ મુલાકાતો તેમજ મૃદુ ટિપ્પણીઓ ભવિષ્યના ગઠબંધન તરફ ઈશારો કરે છે. રાજ ઠાકરે ખુદ જાહેર રીતે કહી ચૂક્યા છે કે, “મરાઠી માનસ માટે એક થવું મુશ્કેલ નથી.” અને ઉદ્ધવ ઠાકરેએ પણ એમ કહ્યું કે, “હું મહારાષ્ટ્રના હિત માટે નાના ઝઘડાઓ ભૂલવા તૈયાર છું.”
રાજકારણમાં એકતા કે રાજકીય ગેમપ્લાન?
હવે જોવાનું એ છે કે શું આ બંને ભાઈઓ ભવિષ્યની ચૂંટણી માટે એક થવાની દિશામાં વાસ્તવમાં પગલા ભરે છે કે માત્ર રાજકીય દબાણ ઉભું કરવા માટે સંકેતો આપતા રહે છે. પણ એક વાત સ્પષ્ટ છે – મહારાષ્ટ્રની રાજકીય પડદાબહારની રમત ફરી રોમાંચક મોડમાં પ્રવેશી રહી છે.