Rahul Gandhi: શરદ પવાર બાદ રાહુલ ગાંધીએ ઉદ્ધવ ઠાકરે સાથે કરી વાત, મહારાષ્ટ્રમાં 38 સીટો પર સર્વસંમતિ બની, 9 પર અટકી.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી.
આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બંને નેતાઓ વચ્ચે શીટ વહેંચણીના મુદ્દે ચર્ચા થઈ હતી . આ અંગે 27મી ફેબ્રુઆરીએ મહાવિકાસ આઘાડી (MVA)ની બેઠક છે. આ પહેલા સાંસદ રાહુલ ગાંધીએ શરદ પવાર સાથે વાત કરી હતી. એમવીએમાં 38 બેઠકો પર સર્વસંમતિ સધાઈ છે અને હજુ 9 બેઠકો પર મુદ્દો અટવાયેલો છે.
દેશમાં સૌથી વધુ લોકસભા બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન છે. 80 લોકસભા સીટો ધરાવતા યુપીમાં કોંગ્રેસ 17 સીટો પર ચૂંટણી લડવા માટે રાજી થઈ ગઈ છે.