Raj Thackeray Uddhav Thackeray હિન્દી વિરોધથી શરૂ થઈ રહેલી નવી સાથે ચાલ
Raj Thackeray Uddhav Thackeray મહારાષ્ટ્રની રાજકીય જગતમાં અચાનક જ નવો વળાંક જોવા મળ્યો છે. વર્ષો સુધી એકબીજાથી દૂર રહેલા રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે હવે ફરી એક મંચ પર જોવા મળવાની તૈયારીમાં છે. આ બંને નેતાઓ 5 જુલાઈએ એક સંયુક્ત રેલીનું આયોજન કરી રહ્યાં છે. આ રેલીનો મુખ્ય મુદ્દો છે: મહારાષ્ટ્ર સરકારનો તાજેતરનો નિર્ણય કે શાળાઓમાં હિન્દી ભાષાને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત બનાવવી.
રાજકીય રીતે, આ મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બંને મરાઠી અસ્મિતાના મોટા સમર્થક રહ્યા છે. બંને માટે “મરાઠી માનુષ” રાજકારણનું કેન્દ્રબિંદુ રહ્યું છે. હિન્દી મુદ્દે શરુ થયેલી આ લડત કદાચ મ્યુનિસિપલ ચૂંટણીઓથી આગળ વધીને વિધાનસભા ચૂંટણી સુધી પણ જઈ શકે છે.
સમય બદલાઈ રહ્યો છે – રાજકીય ગઠબંધનો બદલાઈ શકે છે?
શિવસેનાના સ્થાપક બાલ ઠાકરેએ પાર્ટીની કમાન ઉદ્ધવ ઠાકરને સોંપી ત્યારે રાજ ઠાકરે અલગ થયા અને મનસેની સ્થાપના કરી. વર્ષો સુધી બંને વચ્ચે ટકરાવ રહેતાં રહ્યા, પણ હાલની પરિસ્થિતિમાં બંનેને એક થવાની રાજકીય જરૂરિયાત છે.
મહત્વનું છે કે મનસેનું તાજેતરમાં રાજકીય રીતે કોઈ ખાસ વજન રહ્યું નથી. એકપણ ધારાસભ્ય કે સાંસદ નથી અને શહેરી ચૂંટણીઓમાં પણ પરિણામો નબળા રહ્યા છે. જ્યારે ઉદ્ધવ ઠાકરેના જૂથને શિંદેના વિભાજન બાદ ફરીથી એક મજબૂત સમીકરણની જરૂર છે.
શિંદે અને ભાજપ પર શક્ય અસર
શિવસેનાના વિભાજન બાદ એકનાથ શિંદેને લોકસભા અને વિધાનસભા સ્તરે અમુક લાભ થયો હતો, પણ હવે ઠાકરે બંધુઓના પુનઃએકત્ર થવાથી તેમની રાજકીય સ્થિતિ પર અસર પડી શકે છે. શિંદે જૂથે તાત્કાલિક કારોબારીની બેઠક બોલાવી છે જે બતાવે છે કે તેમના માટે આ મેળાપ ચિંતાનો વિષય છે.
બીજી તરફ, ભાજપે ભલે જાહેરમાં આ ગઠબંધનને મહત્વ ન આપ્યું હોય, પણ આંતરિક સ્તરે સર્વે અને રણનીતિ તૈયાર થતી હોવાનો અણસાર મળ્યો છે.
શું રાજકીય સમીકરણો બદલાશે?
જો ઉદ્ધવ અને રાજ ઠાકરે મ્યુનિસિપલ ચૂંટણીઓમાં સાથે આવે છે, તો મુંબઈ, પુણે, નાસિક, થાણે જેવા શહેરોમાં “મરાઠી માનુષ” મંતવ્ય સાથે મજબૂત અસર પડી શકે છે. તે વધુમાં મહાવિકાસ આઘાડી સાથે સંકલિત થઈને મહાયુતિને પડકાર આપી શકે છે.
સામાન્ય રીતે જોતાં, આ ગઠબંધન માત્ર હિન્દી વિરોધથી શરૂ થયું છે, પણ તેનો વ્યાપ મહારાષ્ટ્રની આખી રાજકીય દિશા બદલવાની શક્તિ રાખે છે.