RBIનો વધુ એક બેન્ક પર સકંજો 6 મહિના માટે લગાવ્યા પ્રતિબંધો જાણો શું પ્રતિબંધો લગાવ્યા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ વધુ એક બેન્ક પર સકંજો કસ્યો છે. મહારાષ્ટ્રની અહમદગર સ્થિત નગર અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ પર RBIએ ઘણા પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે.નગર અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડના ગ્રાહક પોતાના બેન્ક ખાતામાંથી વધુમાં વધુ 10000 રૂપિયા સુધીની જ રકમ ઉપાડી શકશે. RBIએ સ્પષ્ટ કહી દીધુ છે કે આ નિયમ બચત ખાતા અને ચાલુ ખાતા બન્ને પર લાગુ રહેશે. બેન્કની ખરાબ થઈ રહેલી નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય બેન્કે આ નિર્ણય લીધો છે. 6 મહિના માટે લગાવ્યા પ્રતિબંધો RBIએ કહ્યું કે બેન્કિંગ નિયમન અધિનિયમ, 1949 હેઠળ આ પ્રતિબંધો 6 સપ્ટેમ્બર, 2021થી આવકા મહિનાના માટે લાગુ રહેશે. RBIએ કહ્યું કે આગળ ફરી તેની સમીક્ષા કરવામાં આવશે.
કેશ ઉપાડવાની સીમા નક્કી કર્યા બાદ કેન્દ્રીય બેન્કે કહ્યું છે કે નગર અર્બન કો-ઓપરેટિવ બેન્ક તેની અનુમતિ વગર ન તો કોઈ લોન કે એડવાન્સ આપશે અને ન કોઈ દેવાનું નવીકરણ કરશે. બેન્કિંગ લાયસન્સ રદ્દ કરવાનો નિર્ણય નહીં RBIના આ નિર્ણયની કોપી બેન્કની દરેક બ્રાન્ચમાં આપવામાં આવી છે. જેથી ગ્રાહકોને તેની સંપૂર્ણ જાણકારી મળી શકે. જોકે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ચોખ્ખું કરી દીધુ છે કેની નાણાકીય સ્થિતિને સુધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યા છે. આ પ્રતિબંધોમાં બેન્કિંગ લાયસન્સ રદ્દ કરવામાં આવ્યું નથી