મક્કા-મદીના હાઇવે પર અકસ્માત: ઉમરાહ યાત્રીઓ ભરેલી બસ દુર્ઘટનાગ્રસ્ત, 42 ભારતીયોના મૃત્યુની ભીતિ
સોમવારે ઉમરાહ યાત્રીઓથી ભરેલી એક બસ મક્કાથી મદીના જઈ રહી હતી, જે ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી. આ ભીષણ દુર્ઘટનામાં 42 ભારતીય શ્રદ્ધાળુઓના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
બસ દુર્ઘટનામાં 42 ભારતીયોના મોતની આશંકા
મક્કાથી મદીના જઈ રહેલી આ બસ સાથે આ દુઃખદ ઘટના બની હતી. અહેવાલો મુજબ, ઓછામાં ઓછા 42 ભારતીયોના મોતની આશંકા છે, જેમાં મહિલાઓ અને બાળકો પણ શામેલ છે. આ દર્દનાક માર્ગ અકસ્માત સાઉદી અરેબિયામાં મદીના પાસે મુફરિહાત વિસ્તાર નજીક સોમવારે સવારે થયો હતો.

તેલંગાણા અને હૈદરાબાદના હતા મોટાભાગના યાત્રીઓ
દુર્ઘટના સમયે મોટાભાગના યાત્રીઓ તેલંગાણા અને હૈદરાબાદના રહેવાસી હતા. જણાવવામાં આવ્યું છે કે અકસ્માત સમયે અનેક લોકો બસમાં સૂઈ રહ્યા હતા. સ્થાનિક વહીવટીતંત્ર અને ઇમરજન્સી ટીમો ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય કરી રહી છે.
સાઉદી અરબમાં થયેલા બસ અકસ્માત પર ઓવૈસીએ વ્યક્ત કર્યું દુઃખ
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સાઉદી અરબમાં થયેલા બસ અકસ્માત પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, “મક્કાથી મદીના જઈ રહેલા 42 હજ યાત્રીઓની બસમાં આગ લાગી ગઈ. મેં રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઓફ મિશન અબુ મૈથન જ્યોર્જ સાથે વાત કરી છે. તેમણે ખાતરી આપી છે કે સમગ્ર મામલાની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. મેં હૈદરાબાદની બે ટ્રાવેલ એજન્સીઓનો સંપર્ક કરીને યાત્રીઓની વિગતો રિયાધ દૂતાવાસ અને વિદેશ સચિવ સાથે શેર કરી છે.”
In view of a tragic bus accident near Madina, Saudi Arabia, involving Indian Umrah pilgirms, a 24×7 Control Room has been set up in Consulate General of India, Jeddah.
The contact details of the Helpline are as under:
8002440003 (Toll free)
0122614093
0126614276
0556122301…
— India in Jeddah (@CGIJeddah) November 17, 2025
તેમણે કેન્દ્ર સરકાર, ખાસ કરીને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને અપીલ કરી છે કે મૃતદેહોને ભારત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે અને ઘાયલોને ઝડપી અને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે.
ઉમરાહ યાત્રીઓની બસ દુર્ઘટના બાદ હેલ્પલાઈન નંબર જાહેર
સાઉદી અરબના મદીના પાસે ભારતીય ઉમરાહ યાત્રીઓની બસ દુર્ઘટનાની દુઃખદ ઘટનાને ધ્યાનમાં રાખીને જેદ્દા સ્થિત ભારતીય દૂતાવાસે 24×7 કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે.
પરિવારજનો ટોલ-ફ્રી નંબર 8002440003 પર સંપર્ક કરીને સંબંધિત માહિતી મેળવી શકે છે.

