રવા, બેસન અને દહીં મિક્સ કરીને બનાવો ટેસ્ટી નાસ્તો, માત્ર 10 મિનિટમાં કરો તૈયાર, ફટાફટ નોંધી લો રેસીપી
સવારે હેલ્ધી નાસ્તો ખાવો હોય તો રવા (સોજી), બેસન અને દહીં મિક્સ કરીને ટેસ્ટી અપ્પે બનાવી શકો છો. તેમાં તમારી મનપસંદ શાકભાજી મિક્સ કરી દો. માત્ર 10 મિનિટમાં આ નાસ્તો તૈયાર થઈ જશે. રેસીપી નોંધી લો.
રવા, બેસન અને દહીંમાંથી બનાવો નાસ્તો, અપ્પેની રેસીપી
પહેલું સ્ટેપ – ખીરું તૈયાર કરવું
નાસ્તો બનાવવા માટે 1 કપ રવો (સોજી) અને અડધો કપ બેસન લો. હવે બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી દો. હવે અડધો કપ દહીં તેમાં મિક્સ કરી દો. થોડું દહીં વધુ ઉમેરીને ગાઢું ખીરું (બેટર) તૈયાર કરી લો. તેને થાળીથી ઢાંકીને 10 મિનિટ સેટ થવા માટે મૂકી દો.
બીજું સ્ટેપ – શાકભાજી ઉમેરવા
હવે ખીરા માટે 1 ગાજરને છીણી લો. તેમાં ટામેટાં, ડુંગળી અને લીલા મરચાં બારીક સમારીને નાખી દો. 1 બટેટું પણ છીણીને મિક્સ કરી દો. બધી વસ્તુઓને ખીરા સાથે સારી રીતે મિક્સ કરી લો.
ત્રીજું સ્ટેપ – મસાલા ઉમેરવા
તેમાં થોડો હળદર પાવડર, મીઠું અને આદુ છીણીને મિક્સ કરી દો. ઉપરથી બારીક સમારેલી કોથમીર નાખો અને બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી દો. તૈયાર ખીરામાં અડધી ટી સ્પૂન બેકિંગ સોડા ઉમેરી દો.
ચોથું સ્ટેપ – અપ્પે બનાવવા
અપ્પે બનાવવાની કડાઈ (પેન)ને સારી રીતે ગ્રીસ કરી લો અને તેના ખાંચાને ખીરાથી ભરતા જાઓ. તેને ઢાંકીને પકાવો અને પછી ઉપરથી હળવું ગ્રીસ કરીને પલટી દો. બંને બાજુથી શેકાઈ જાય પછી તેને કાઢી લો.
પાંચમું સ્ટેપ – વઘાર કરવો
હવે એક કડાઈમાં 1 મોટો ચમચો સરસવનું તેલ નાખો. તેલમાં રાઈ, હિંગ, કઢી પત્તા, સફેદ તલ અને સૂકા લાલ મરચાં નાખી દો. તેમાં તૈયાર કરેલા રવાના અપ્પે નાખીને મિક્સ કરી દો.
છઠ્ઠું સ્ટેપ – પીરસવું
તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો. તેને બાળકો પણ ખૂબ સ્વાદથી ખાય છે. જ્યારે ઘરમાં કંઈક હેલ્ધી અને ટેસ્ટી ખાવાનું મન થાય તો આ નાસ્તો બનાવી શકાય છે. તેને તમે નાળિયેર અથવા મગફળીની ચટણી સાથે પણ ખાઈ શકો છો.