જીરું, અજમો અને વરિયાળીથી બનેલું મિશ્રણ, પાચનશક્તિથી લઈને વજન ઘટાડા સુધીના લાભો
બોલિવૂડમાં ફિટનેસ અને યોગાની વાત આવે ત્યારે મલાઇકા અરોરાનું નામ સહજ યાદ આવે છે. 51 વર્ષની વયે પણ તેમની તંદુરસ્તી અને ટોન્ડ બોડી અનેક લોકો માટે પ્રેરણા રૂપ છે. તેમના દિવસની શરૂઆત એક ખાસ પીણાથી થાય છે – લીંબુ પાણી. પણ એ સામાન્ય લીંબુ પાણી નથી, જે મોટા ભાગના લોકો પીવે છે. મલાઈકાનું પીણું છે ખાસ રીતે તૈયાર કરેલું ‘ડિટોક્સ મિશ્રણ’, જેમાં શરીરને સ્વસ્થ રાખતા ત્રણ મુખ્ય બીજોનો સમાવેશ થાય છે – જીરું, વરિયાળી અને અજમો.
મલાઇકા સ્ટાઇલ લીંબુ પાણી બનાવવાની રીત:
મલાઈકા અરોરા રાત્રે એક નોનસ્ટિક તાવામાં 1 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી અને 1 ચમચી અજમો હળવા શેકે છે. ત્યારબાદ આ મિશ્રણને 1 ગ્લાસ પાણીમાં પલાળી દે છે. સવારે તે પાણીને ગાળી થોડું ઉકાળે છે અને ત્યારપછી તેમાં અડધા લીંબુનો રસ ઉમેરે છે. આ પીણું તે ખાલી પેટે પીવે છે.
આ ખાસ પીણાથી શારીરિક ફાયદાઓ:
- પાચનતંત્ર મજબૂત બને: જીરું, અજમો અને વરિયાળી પીણામાં હોવાને કારણે પેટનું પાચન સુધરે છે અને આંતરડા સ્વસ્થ રહે છે.
- ડિટોક્સિફિકેશન માટે અસરકારક: આ મિશ્રણ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદરૂપ છે, જેને કારણે દિવસભર ઊર્જા અનુભવાય છે.
- એસિડિટી અને ગેસની સમસ્યાથી રાહત: ખાસ કરીને સવારે ખાલી પેટે પીવાથી પેટમાં એસિડની અસર ઓછી થાય છે.
- કબજિયાત દૂર કરે: અજમો આંતરડા સ્ફૂર્તિશીલ કરે છે અને કબજિયાત જેવી સમસ્યાઓ હળવી પડે છે.
- વજન ઘટાડવામાં મદદરૂપ: લીંબુમાં વિટામિન C છે જે ચયાપચયને વેગ આપે છે. હૂંફાળું પાણી અને જીરું પેટની ચરબી ઓછી કરવામાં મદદ કરે છે.
અંતમાં:
મલાઈકાનું લીંબુ પાણી એક સરળ હોમમેડ રેસિપી છે જો તમે પણ દિવસની શરૂઆત તંદુરસ્ત રીતથી કરવા ઇચ્છો છો, તો મલાઈકાની આ ખાસ હોમમેડ રેસિપી તમારા માટે એક ઉત્તમ વિકલ્પ બની શકે છે.