30 લાખ લોકોની પહેલી પસંદ બની આ કાર! 33KM ની માઈલેજ અને દમદાર ફીચર્સ સાથે મચાવી રહી છે ધૂમ
મારુતિ સુઝુકી ડિઝાયર ભારતની સૌથી વધુ પસંદગીની કોમ્પેક્ટ સેડાન કાર તરીકે ઉભરી આવી છે. મજબૂત માંગને કારણે આ કારે દેશમાં 30 લાખ યુનિટ્સના વેચાણનો આંકડો પાર કરી લીધો છે. કંપનીના જણાવ્યા અનુસાર, 2008માં લોન્ચ થયા બાદ અત્યાર સુધીમાં તેનું રેકોર્ડબ્રેક વેચાણ થયું છે. ખાસ વાત એ છે કે, વર્ષ 2025માં પણ આ દેશની સૌથી વધુ વેચાતી કાર રહી હતી, જેમાં અંદાજે 2.14 લાખ ગ્રાહકોએ આ કાર પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.
કિંમત અને વેરિએન્ટ્સ
કિંમતની દ્રષ્ટિએ જોઈએ તો, ડિઝાયરની એક્સ-શોરૂમ કિંમત અંદાજે 6.26 લાખ રૂપિયાથી શરૂ થાય છે (બેઝ મોડલ LXi). જ્યારે તેનું ટોપ વેરિએન્ટ ZXi Plus અંદાજે 9.31 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે. દિલ્હીમાં આ કારની ઓન-રોડ કિંમત વેરિએન્ટ અને વધારાના ફીચર્સના આધારે 7.09 લાખથી 10.50 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. તાજેતરમાં GSTમાં થયેલા ફેરફારો બાદ તેની કિંમતો વધુ આકર્ષક બની છે.
2008 થી અત્યાર સુધીની સફર
મારુતિ ડિઝાયર પ્રથમ વખત 2008માં રજૂ કરવામાં આવી હતી અને ત્યારથી અત્યાર સુધીમાં તે ચાર જનરેશનમાં અપડેટ થઈ ચુકી છે. દરેક નવી જનરેશન સાથે કંપનીએ તેમાં પ્રીમિયમ ફીચર્સ ઉમેર્યા છે.
- બીજી જનરેશન: AGS ઓટોમેટિક ટ્રાન્સમિશન અને ડ્યુઅલ-ટોન ઇન્ટિરિયર આપવામાં આવ્યું હતું.
- ત્રીજી જનરેશન: LED પ્રોજેક્ટર હેડલાઇટ્સ, સ્માર્ટપ્લે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ટુ-ટોન એલોય વ્હીલ્સ રજૂ કરાયા.
- ચોથી જનરેશન: તદ્દન નવા Z-સિરીઝ એન્જિન અને આધુનિક સુવિધાઓ સાથે આ કાર વધુ પાવરફુલ બની છે.
હાઈ-ટેક ફીચર્સ અને સેફ્ટી
વર્તમાન જનરેશનની ડિઝાયરમાં ગ્રાહકોને ઈલેક્ટ્રિક સનરૂફ, 360-ડિગ્રી વ્યુ કેમેરા, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સાથેની 9-ઈંચની સ્માર્ટપ્લે પ્રો+ સિસ્ટમ મળે છે. આ ઉપરાંત સ્માર્ટવોચ કનેક્ટિવિટી અને એલેક્સા સપોર્ટ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
સુરક્ષાની વાત કરીએ તો, આ સેડાનમાં 6 એરબેગ્સ, હિલ હોલ્ડ આસિસ્ટ સાથે ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP), અને ABS સાથે EBD જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ કારને ભારત NCAP અને ગ્લોબલ NCAP તરફથી 5-સ્ટાર સેફ્ટી રેટિંગ પણ મળેલું છે.
એન્જિન પાવર અને માઈલેજ
મારુતિ સુઝુકી ડિઝાયરમાં 1.2 લિટરનું 3-સિલિન્ડર Z12E પેટ્રોલ એન્જિન છે, જે 81.58 PS પાવર જનરેટ કરે છે. માઈલેજની બાબતમાં આ કારનો કોઈ જોટો નથી:
- પેટ્રોલ મેન્યુઅલ: 24.79 kmpl
- AGS ઓટોમેટિક: 25.71 kmpl
- CNG વેરિએન્ટ: 33.73 km/kg ની શાનદાર માઈલેજ આપે છે.

