MBBS વિદ્યાર્થીઓ માટે મોટી રાહત: ફર્સ્ટ યર પાસ કરવા માટે મળશે 5મો મોકો, જાણો NMCનો નવો નિયમ

By
Roshani Thakkar
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a...
4 Min Read

MBBSના ફર્સ્ટ યરમાં અટવાયેલા વિદ્યાર્થીઓને મળશે 5મો મોકો!

મેડિકલનું ભણતર ભણી રહેલા વિદ્યાર્થીઓ માટે નેશનલ મેડિકલ કમિશન (NMC) એ એક ખૂબ જ રાહતભર્યો નિર્ણય લીધો છે. અવારનવાર એવું જોવા મળે છે કે મેડિકલના અઘરા અભ્યાસ અને ફર્સ્ટ યરના કઠિન વિષયોને કારણે ઘણા વિદ્યાર્થીઓ બેકલોગમાં ફસાઈ જાય છે અને તેમની કારકિર્દી અટવાઈ જાય છે. આ જ સમસ્યાને ધ્યાનમાં રાખીને NMC એ વર્ષ ૨૦૧૯-૨૦ કે ત્યારબાદ એડમિશન લેનાર વિદ્યાર્થીઓને MBBS ફર્સ્ટ યરની પરીક્ષા ક્લિયર કરવા માટે એક વધારાનો (Mercy Attempt) મોકો આપવાની જાહેરાત કરી છે.

આ નિર્ણય બાદ હવે લાયક વિદ્યાર્થીઓને ફર્સ્ટ યર પાસ કરવા માટે કુલ 5 તકો મળી શકશે, જ્યારે અગાઉ ફક્ત 4attempts ની જ મંજૂરી હતી. જોકે, આયોગે સ્પષ્ટ કર્યું છે કે આ એક વિશેષ છૂટ છે અને માત્ર એક જ વાર માટે લાગુ થશે.

ચાલો વિગતવાર સમજીએ કે NMC ના આ નિર્ણયના શું અર્થ છે અને કયા વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે:

MBBS Students

કયા વિદ્યાર્થીઓને મળશે 5મો મોકો?

NMC ના સત્તાવાર નિર્ણય અનુસાર, આ વધારાની તકનો લાભ એવા વિદ્યાર્થીઓને મળશે જેમણે શૈક્ષણિક સત્ર ૨૦૧૯-૨૦ અથવા તેના પછીના બેચમાં MBBS માં એડમિશન લીધું હતું.

આ સુવિધા એવા સ્ટુડન્ટ્સ માટે પણ ઉપલબ્ધ હશે, જેમણે ફર્સ્ટ યર પૂરું કરવાની નક્કી કરેલી 4 વર્ષની સમયમર્યાદા વટાવી દીધી છે. જોકે, તેના માટે અનિવાર્ય શર્ત એ છે કે વિદ્યાર્થીનું એડમિશન સંપૂર્ણપણે માન્ય (Valid) હોવું જોઈએ અને સંબંધિત મેડિકલ કૉલેજ કે યુનિવર્સિટી દ્વારા રદ્દ કરવામાં આવ્યું ન હોવું જોઈએ.

NMC એ કેમ લેવો પડ્યો આ નિર્ણય?

હકીકતમાં, છેલ્લા કેટલાક વર્ષોમાં કોવિડ-19 મહામારીના કારણે મેડિકલ કૉલેજોમાં અભ્યાસનું શિડ્યુલ ઘણું પ્રભાવિત થયું હતું. આ સિવાય, ઘણા વિદ્યાર્થીઓને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ અને અન્ય પારિવારિક કારણોસર અભ્યાસમાં અવરોધોનો સામનો કરવો પડ્યો હતો.

આ બાબતે દેશભરની અનેક યુનિવર્સિટીઓ અને વિદ્યાર્થી સંગઠનોએ NMC પાસે રાહત આપવાની અપીલ કરી હતી. આ તમામ પરિસ્થિતિઓ અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આયોગે આ એક જ વારની વિશેષ રાહત (One-time Relief) આપવાનું નક્કી કર્યું છે.

MBBS Students

10 વર્ષમાં પૂરું કરવું પડશે MBBSનું ભણતર

5મો મોકો મળવાનો અર્થ એ ક્યારેય નથી કે વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કરવામાં અનલિમિટેડ સમય લઈ શકે છે. NMC એ પોતાની ગાઇડલાઇન્સમાં સ્પષ્ટ કરી દીધું છે કે એડમિશનની તારીખથી લઈને સમગ્ર MBBS કોર્સ અને અનિવાર્ય રોટેટિંગ મેડિકલ ઇન્ટર્નશીપ (CRMI) સહિતની પૂરી અવધિ મહત્તમ 10 વર્ષ જ રહેશે. એટલે કે કોઈપણ સંજોગોમાં 10 વર્ષથી વધુ સમય આપવામાં આવશે નહીં.

શું મળશે 6ઠ્ઠો મોકો?

આયોગે એવા વિદ્યાર્થીઓ માટે સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દીધી છે જેઓ અગાઉથી જ મર્સી અટેમ્પ્ટનો લાભ લઈને 5 તકો પૂરી કરી ચૂક્યા છે. આવા વિદ્યાર્થીઓને 6ઠ્ઠો મોકો મળશે નહીં. NMC નું કહેવું છે કે આ નિર્ણય માત્ર પેન્ડિંગ કેસોને ઉકેલવા માટે ઉઠાવવામાં આવેલું એક વિશેષ પગલું છે. તેને ભવિષ્યના કોઈપણ બેચ માટે કાયમી નિયમ કે દાખલા તરીકે જોવામાં ન આવવું જોઈએ.

NMC ના આ માનવીય નિર્ણયથી એ સેંકડો મેડિકલ વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત પાછું આવ્યું છે, જેઓ ફર્સ્ટ યરમાં અટવાઈ જવાના કારણે પોતાના ડૉક્ટર બનવાના સ્વપ્નને તૂટતું જોઈ રહ્યા હતા. 10 વર્ષની કુલ સમયમર્યાદાની અંદર મળેલો આ એક વધારાનો મોકો અનેક હોંશાર વિદ્યાર્થીઓની કારકિર્દીને એક નવી દિશા આપી શકે છે.

Share This Article
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a passion for journalism and a deep understanding of regional issues, she covers everything from current affairs to cultural stories with authenticity and care. Her writing reflects a strong connection with the Gujarati-speaking audience, ensuring that news is not only informative but also relatable. Stay updated with Roshani Thakkar for reliable stories and insightful reporting — in your language, for your world.