રાજ્યમાં આજે અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો જેમાં ઉત્તર ગુજરાતમાં કડીમાં બપોર બાદ વાવાઝોડા સાથે વરસાદ પડતા રોડ ઉપર પાણી ફરી વળ્યાં હતા.
કડીના ભીમનાથ રોડ તેમજ કડી માર્કેટ યાર્ડની અંદર પાણી ભરાઈ જવા પામ્યા હતા.
માર્કેટ યાર્ડમાં પાણી ભરાતા લાખોનો ખરીફ પાક વરસાદમાં પલળી જવા પામ્યો હતો.
ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હોવાછતાં માર્કેટ યાર્ડના સબંધીતો દ્વારા કોઈ આગોતરા પગલાં નહિ ભરાતા નુકશાન થયું હતું.
ગુજરાતમાં હજુપણ બે દિવસ અનેક જગ્યાએ વાવાઝોડા સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. બુધવારે આજે કડીમાં સાંજના સમયે એકાએક બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ, વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા કડી ભીમનાથ રોડ ઉપર ઘુંટણ સમા પાણી ભરાઈ ગયા હતા.
કડીમાં ભારે ગરમીના માહોલ વચ્ચે વરસાદ પડતાં સર્વત્ર ઠંડક પ્રસરી જવા પામી છે.