મહેસાણામાં 21 વર્ષના અસ્થિર મગજના યુવક ઉપર ત્રણ ઈસમોએ સામૂહિક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યનો ગેંગરેપ કરતા ભારે ચકચાર મચી ગઇ છે.
મહેસાણાના ઊંઝાના હાજીપુરથી ભવાનીપુરા નજીક કેનાલ ઉપર આ ઘટના બની હતી જેમાં પોલીસે ત્રણ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્રણેય શખ્સોએ સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યનો વીડિયો પોતાના મોબાઇલમાં ઉતાર્યો હતો.
વિગતો મુજબ અસ્થિર મગજનો એક યુવક કેનાલ નજીક ફરતો હતો ત્યારે ત્યાં આવી ચડેલા ત્રણ ઈસમો તેને કેનાલમાં લઈ ગયા હતા અને ત્રણેય યુવકોએ વારાફરતી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ દરમિયાન તેઓએ વીડિયો પણ બનાવ્યો હતો. આ ઘટનાને લઈ ભારે હોબાળો મચી જતા પોલીસે તરતજ એક્શન લઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર અમરત દેવીપૂજક, સંજય દેવીપૂજક અને પીન્ટુ દેવીપૂજક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.