મહેસાણા જિલ્લા ના ગોઝારીયા માં દેશી દારૂના બૂટલેગરો બન્યા બેફામ
પોલીસ ને ખિસ્સા મા લઈને ફરતા લુખ્ખા તત્વો ને કેમ નથી કાયદા નો ડર?
કે પછી દારૂબંધી ના કાયદા ની સામે કરે છે ગુલાબી નોટો નો ઉપયોગ?
થોડાં દિવસ પહેલા સત્ય ડે ની ટીમે ગોઝારીયા ના ઓલકા વિસ્તાર માં લાઈવ સમાચાર ચલાવી ને દેશી દારૂનો ધંધો કરતા બૂટલેગરો ને ખુલ્લા પડ્યા હતાં , ત્યારે જનતા ને એમ લાગતું હતું કે હવે અમારા વિસ્તાર માં દારૂ નુ વેચાણ બંદ થઈ જશે, પરંતુ થોડાં દિવસ ના વિરામ બાદ ફરીથી ગોઝારીયા ના ઑલકા વિસ્તાર માં દારૂ નો ધંધો મોટા પ્રમાણ મા ચાલુ કરી દેવામાં આવ્યો છે સત્ય ડે ની ટીમે ફરી થી સ્ટિંગ ઓપરેશન કરી ને ગોઝારિયા પોલીસ ચોંકી ની કામગીરી ને શંકા ના દાયરા માં લાવી દીધી છે, જો પત્રકારો ને આવા ગોરખ ધંધા ની ખબર પડી જાય છે તો પોલીસ ની નજર માં કેમ નથી આવતું કે પસી જાણી જોઈ ને આંખ આડા કાન કરે છે ગોઝારિયા પોલીસ???
ગોઝરીયા ગામ આજુબાજુ ના ગામો નું માર્કેટ હબ ગણાય છે પરંતુ આવા બે ચાર દારૂ ના ધંધા કરતા લુખ્ખા તત્વોને કારણે ગામ ના પ્રતિષ્ઠિત માણસો ને દરરોજ શરમ માં મુકાવું પડતું હોય છે
દારૂ ના બંધાણીઓ ને કારણે સ્કૂલ, કોલેજ કે માર્કેટ મા ખરીદી કરવા જતી બહેન દીકરીઓ ને પણ ડર લાગે છે
ગોઝારિયા પોલીસ ચોંકી ની આવી ગંભીર બેદરકારી ને લીધે અને આવા દારૂના વેપાર કરતા લોકો ને કારણે કેટલાયે નાના બાળકો ને અને કેટલીયે સ્ત્રીઓ ને રાત્રે માર ખાઈ ને અને ભૂખ્યા પેટે સુવા ની નોબત આવતી હોય છે
સત્ય ડે ની સાથે સાથે જનતા પણ હવે તો પ્રસાશન ને સવાલ માગે છે કે આવા ગોરખ ધંધા ગોઝારિયા માં થી ક્યારે બંદ થશે ???
સત્ય ડે ની ટીમે જ્યારે પહેલી વખત દારૂ ના ખુલ્લેઆમ ચાલતા વેપાર ના લાઈવ દૃશ્યો બતાવ્યા ત્યારે આજુબાજુ ની જનતા ને એક વિશ્વાસ બેસી ગયો હતો કે હવે આ ગોરખ ધંધા બંધ થઈ જશે પરંતુ પરિણામ શૂન્ય આવ્યું , સત્ય ડે ની ટીમ હવે થી દરરોજ આવા ગોરખ ધંધા નુ રિયાલિટી ચેક કરશે અને આવા રીઢા ગુનેગાર ને ખુલ્લા પાડશે.