મહેસાણાઃ થોડા મહિનાઓ પહેલા આયેશા નામની યુવતીએ જીવનનો છેલ્લો વીડિયો બનાવીને મોતને હશતા મોંઢે વ્હાલું કર્યું હતું. ત્યારે આવી જ એક ઘટના મહેસાણામાં બની છે. જ્યાં એક યુવકે છેલ્લો વીડિયો બનાવ્યો હતો. જેમાં પોતાની કરુણા વ્યક્ત કરી હતી. અને વીડિયો આપઘાતનું કારણ પણ જણાવ્યુંહતું. અને નર્મદા કેનાલમાં ઝંપલાવીને મોતને વ્હાલું કર્યું હતું.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે ગઈકાલે શુક્રવારે મોઢેરા કેનાલમાં ચાણસ્માના ગંગેટના યુવકે મોતની છલાંગ લગાવી હતી. જોકે, આ યુવકે આપઘાત કરતાં પહેલાં એક અંતિમ વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં તેણે પોતાની આત્મહત્યા કરવાનું કારણ જણાવ્યું હતું. યુવકને તરફડિયા મારતા જોઈને મોટું ટોળું રાડો પાડતું રહ્યું પરંતુ કોઈ બચાવવા માટે પહોંચે તે પહેલાં આ યુવક ડૂબી ગયો હતો.
યુવકે વીડિયોમાં કહ્યું, ‘મારૂં નામ જશવંત છે હું મારી મરજીથી આત્મહત્યા કરું છું. હું મારી માનસિક બીમારી અને કિડનીની બીમારીથી કંટાળીને આપઘાત કરું છું મારા મૃત્યુનું કારણ હું જ છું બીજા કોઈનો કોઈ વાંક નથી. લવ ફ્રેન્ડ્સ, મોમ ડેડ બાય બાય….’
આ યુવકે આત્મહત્યા કર્યા બાદ મોઢેરા કેનાલમાં તેને મરતા જોઈ રહેલા લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી જોકે, આ યુવકને મદદ મળે તે પહેલાં જ તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને તેનો જીવ જતો રહ્યો હતો.
ફાયરની ટીમે કેનાલમાંથી યુવકનો મૃતદેહ કાઢી અને તેને પોસ્ટમોર્ટ માટે મોકલી આપ્યો હતો. આમ એક કથિત માનસિક બીમારીએ આશાસ્પદ યુવકનો ભોગ લીધો હતો.