વિસનગર કોર્ટ લાલજી પટેલ અને હાર્દિક પટેલ સહિતના પાટીદાર નેતાઓ વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યૂ કર્યું છે. જૂલાઇ 2015માં પાટીદાર અનામત સમિતિની રેલી દરમિયાન બબાલ થઇ હતી. જેને કારણે લાલજી પટેલ અને હાર્દિક પટેલ સહીતના પાટીદારો સામે કેશ નોંધાયો હતો. કેશની તારીખે કોર્ટમાં હાજર નો રહેવાથી ધરપકડ વોરન્ટ ઇશ્યૂ થયો છે.
તે અંગે લાલજી પટેલે નિવેદન આપ્યું છે કે આ પહેલો કેશ છે કે કોર્ટમાં હાજર નો રહેવાના કારણે આરોપીનું ધરપકડ વોરન્ટ ઇશ્યૂ કરાયું છે. અમારી સાથે રાજકારણ રમાયું છે. સમાજ માટે જેલમાં જવાનું થાય તો પણ જાશું અને આ અંગે લીગલ કાર્યવાહી પણ કરીશું। અમને ન્યાય અને નામદાર પાર પૂરો ભરોષો છે.