MI vs RCB મેચની એક ટિકિટના ₹1 લાખ! મિનિટોમાં બધું વેચાઈ ગયું અને હવે બ્લેકમાં વેચાઈ રહી ટિકિટો

3 Min Read

MI વિરુદ્ધ RCB મેચ માટે 1 લાખ રૂપિયા સુધીના ટિકિટ દર: ગણતરીની મિનિટોમાં ટિકિટો વેચાઈ જતાં ફેન્સમાં ભારે રોષ

IPL 2026ની શરૂઆત પૂર્વે જ ક્રિકેટ પ્રેમીઓમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ક્રેઝ હવે નિરાશામાં ફેરવાઈ રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) જેવી મોટી ટીમોની મેચોની ટિકિટો અધિકૃત પ્લેટફોર્મ પર વેચાણ શરૂ થયાની ગણતરીની મિનિટોમાં જ ‘સોલ્ડ આઉટ’ થઈ ગઈ હતી. બીજી તરફ, અનધિકૃત થર્ડ-પાર્ટી વેબસાઇટ્સ પર આ જ ટિકિટો અનેકગણા ઊંચા ભાવે વેચાઈ રહી હોવાનું સામે આવતા સોશિયલ મીડિયા પર ફેન્સનો ગુસ્સો ફાટી નીકળ્યો છે.

એક મિનિટથી પણ ઓછા સમયમાં ટિકિટો ગાયબ

મિડ-ડેના અહેવાલ મુજબ, 24 માર્ચના રોજ સાંજે 4 વાગ્યે જ્યારે RCBની હોમ મેચોનું વેચાણ શરૂ થયું, ત્યારે એક મિનિટ કરતા પણ ઓછા સમયમાં તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી MI વિરુદ્ધ KKR મેચની ટિકિટો રિસેલ માર્કેટમાં 6,500 થી 50,000 રૂપિયામાં મળી રહી છે. સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે MI વિરુદ્ધ RCB જેવી હાઈ-વોલ્ટેજ મેચ માટે ટિકિટના ભાવ 15,000 થી લઈને 1 લાખ રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે.

- Advertisement -

 mi.jpg

સામાન્ય જનતા માટે મર્યાદિત તક

મુંબઈ ઈન્ડિયન્સે ટિકિટ વેચાણ માટે ચાર તબક્કાની પ્રક્રિયા અપનાવી હતી. જેમાં સૌ પ્રથમ Google Pay યુઝર્સ, ત્યારબાદ ગોલ્ડ-સિલ્વર મેમ્બર્સ અને રજિસ્ટર્ડ યુઝર્સને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. આ પ્રક્રિયાને કારણે જ્યારે 23 માર્ચે સામાન્ય જનતા માટે વેચાણ ખુલ્યું, ત્યારે ટિકિટોનો મોટો હિસ્સો પહેલેથી જ વેચાઈ ચૂક્યો હતો. BookMyShow પર હાલમાં MI વિરુદ્ધ RCBની મેચ ‘હાઉસફુલ’ બતાવી રહી છે, જેના કારણે સામાન્ય ચાહકો પાસે ટિકિટ મેળવવાનો કોઈ રસ્તો બચ્યો નથી.

- Advertisement -

કડક નિયમો છતાં રિસેલ માર્કેટનું જોર

IPLના નિયમો મુજબ, ટિકિટોનું ફરીથી વેચાણ કરવું કે તેને ટ્રાન્સફર કરવું એ ગુનો છે. ટિકિટો માત્ર વ્યક્તિગત ઉપયોગ માટે જ હોય છે અને તેને કોઈપણ લેખિત પરવાનગી વગર હરાજીમાં મૂકી શકાતી નથી. આમ છતાં, સેકન્ડરી માર્કેટમાં ટિકિટોનું આટલા ઊંચા ભાવે વેચાણ થવું એ આયોજન સામે અનેક સવાલો ઉભા કરે છે. RCBએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેમની ટિકિટો માત્ર અધિકૃત વેબસાઇટ અને એપ પર જ મળશે અને અન્ય કોઈ પ્લેટફોર્મ પરથી ટિકિટ ખરીદવી જોખમી સાબિત થઈ શકે છે.

mi1.jpg

પારદર્શિતા સામે ઉઠ્યા સવાલો

ચાહકોની મુખ્ય ફરિયાદ એ છે કે જો અધિકૃત ચેનલો પર ટિકિટો ઉપલબ્ધ નથી, તો પછી તે અન્ય પ્લેટફોર્મ પર આટલી મોંઘી કિંમતે કેવી રીતે પહોંચી રહી છે? ફેન્સ આ સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતાની માંગ કરી રહ્યા છે. જોકે પ્લેટફોર્મ સ્તરે ‘M-ટિકિટ’ ટ્રાન્સફર કરવાની સુવિધા હોય છે, પરંતુ તેનો આ પ્રકારે વ્યાપારી ઉપયોગ કરવો એ નૈતિક અને કાયદાકીય રીતે ખોટું છે. હવે જોવાનું એ રહેશે કે શું BCCI કે ફ્રેન્ચાઈઝી આ કાળાબજાર રોકવા માટે કોઈ કડક પગલાં ભરે છે કે નહીં.

- Advertisement -
TAGGED:
Share This Article