“ભાગ્યનો ઉદય”: એપ્રિલમાં બનશે શક્તિશાળી નીચભાંગ રાજયોગ, આ ૪ રાશિઓ પર થશે ધનવર્ષા.
જ્યોતિષશાસ્ત્રમાં રાજયોગોનું વિશેષ મહત્વ હોય છે, અને તેમાં પણ ‘નીચભંગ રાજયોગ’ સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. આગામી ૧૧ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ આકાશમાં ગ્રહોની એક એવી સ્થિતિ સર્જાશે જે અનેક લોકોના જીવનમાં પરિવર્તન લાવશે. જ્યારે કોઈ ગ્રહ પોતાની નીચ રાશિમાં હોય (નબળો હોય), પરંતુ અન્ય કોઈ બળવાન ગ્રહના પ્રભાવથી તેનું નબળું ફળ નાબૂદ થઈને ઉચ્ચ ફળમાં પરિવર્તિત થાય, ત્યારે તેને નીચભંગ રાજયોગ કહેવામાં આવે છે.
કેવી રીતે રચાશે આ રાજયોગ?
૧૧ એપ્રિલ ૨૦૨૬ ના રોજ બુદ્ધિ અને વેપારનો કારક બુધ મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ મુજબ મીન એ બુધની નીચ રાશિ છે. જોકે, આ સમયે મીન રાશિનો સ્વામી ગુરુ (બૃહસ્પતિ) કુંડળીના કેન્દ્ર ભાવમાં મજબૂત સ્થિતિમાં હશે. ગુરુની આ પ્રબળ હાજરીને કારણે બુધનો દોષ દૂર થશે અને એક અત્યંત શુભ ‘નીચભંગ રાજયોગ’ રચાશે. આ યોગ ખાસ કરીને ૪ રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થશે.
૧. વૃષભ રાશિ: આર્થિક ઉન્નતિનો સમય
વૃષભ રાશિના જાતકો માટે એપ્રિલ મહિનો નાણાકીય દ્રષ્ટિએ સુવર્ણ સાબિત થશે. તમારી આવકમાં અણધાર્યો વધારો જોવા મળી શકે છે. જો તમારા કોઈ કામ લાંબા સમયથી અટવાયેલા હોય, તો ૧૧ એપ્રિલ પછી તે પૂર્ણ થવાની પ્રબળ શક્યતા છે. વેપારીઓને મોટો ઓર્ડર મળી શકે છે અને નોકરીયાત વર્ગને પ્રમોશન અથવા પગાર વધારાના સમાચાર મળી શકે છે.
૨. મિથુન રાશિ: કરકિર્દીમાં નવી ઊંચાઈઓ
મિથુન રાશિના સ્વામી બુધ હોવાથી આ રાજયોગ તેમને વિશેષ લાભ આપશે. કરકિર્દીમાં તમે જે મહેનત કરી છે તેનું ફળ હવે મળવાનું શરૂ થશે. જે લોકો પોતાનું નવું ઘર કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છે, તેમનું સપનું આ મહિને સાકાર થઈ શકે છે. કોર્ટ-કચેરીના જૂના વિવાદોમાંથી મુક્તિ મળશે અને વ્યાપારિક સોદાઓમાં નફો થશે.
૩. મીન રાશિ: વરદાન સમાન ફળ
આ રાજયોગ મીન રાશિમાં જ બની રહ્યો છે, તેથી સૌથી વધુ અસર આ રાશિના જાતકો પર થશે. ભાગીદારીમાં ચાલતા વ્યવસાયમાં જબરદસ્ત સફળતા મળશે. વિદેશ જવાની ઈચ્છા રાખતા વિદ્યાર્થીઓ કે પ્રોફેશનલ્સ માટે ૧૧ એપ્રિલ પછીના યોગ ખૂબ જ સાનુકૂળ છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ લાંબી બીમારીઓમાંથી રાહત મળશે અને પ્રેમ જીવનમાં મધુરતા આવશે.
૪. કર્ક રાશિ : માન-સન્માનમાં વધારો
કર્ક રાશિના જાતકો માટે પણ આ સમય સાનુકૂળ રહેશે. ખાસ કરીને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને પિતૃ પક્ષ તરફથી ધન લાભ થવાના યોગ છે. ભાગ્યનો પૂરો સાથ મળવાથી ઓછા પ્રયત્ને વધુ સફળતા મળશે.
આ ગ્રહ નક્ષત્રોની સ્થિતિ સૂચવે છે કે એપ્રિલ મહિનો આધ્યાત્મિક અને ભૌતિક એમ બંને રીતે પ્રગતિ લાવનારો રહેશે. જો તમારી રાશિ આ યાદીમાં છે, તો આ સમયનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ.

