Samsung Galaxy S23 : સેમસંગની વેબસાઈટ પર તમારા માટે એક શાનદાર ઓફર છે. આ બમ્પર ઓફરમાં તમે કંપનીના પ્રીમિયમ ફોન Samsung Galaxy S23ને ભારે ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. કંપનીની વેબસાઈટ પર 8 જીબી રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજવાળા ફોનના વેરિઅન્ટની કિંમત 64,999 રૂપિયા છે. તમે તેને 9,000 રૂપિયાના ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સાથે સેલમાં ઓર્ડર કરી શકો છો. આ ડિસ્કાઉન્ટ માટે તમારે HDFC બેંકના કાર્ડ દ્વારા ચૂકવણી કરવી પડશે. જો તમે ફોન ખરીદવા માટે Samsung Axis Bank ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમને 10% કેશબેક મળશે.
કંપની એક શાનદાર બંડલ ઓફર સાથે ફોન ખરીદવાની તક આપી રહી છે. આ ફોન ખરીદનારા વપરાશકર્તાઓને કૉમ્બો ઑફરમાં Galaxy Watch 6 પર 4,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ કાર્ટ ડિસ્કાઉન્ટ અને HDFC બૅન્કના કાર્ડ દ્વારા ચુકવણી કરવા પર રૂપિયા 8,000નું વધારાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. ખાસ વાત એ છે કે તમે કંપનીનો આ ફોન 35 હજાર રૂપિયા સુધીના એક્સચેન્જ બોનસ સાથે પણ ખરીદી શકો છો. ધ્યાનમાં રાખો કે એક્સચેન્જ ઑફરમાં ઉપલબ્ધ વધારાનું ડિસ્કાઉન્ટ તમારા જૂના ફોનની સ્થિતિ, બ્રાંડ અને કંપનીની એક્સચેન્જ પૉલિસી પર નિર્ભર રહેશે.
લક્ષણો અને વિશિષ્ટતાઓ
કંપનીનો આ ફોન 8 જીબી રેમ અને 512 જીબી સુધી ઈન્ટરનલ સ્ટોરેજ ઓપ્શનમાં આવે છે. પ્રોસેસર તરીકે તમને ફોનમાં Snapdragon 8 Gen 2 ચિપસેટ મળશે. ફોનની ડિસ્પ્લે 6.1 ઇંચની છે. આ ફુલ HD+ ડાયનેમિક AMOLED 2x ડિસ્પ્લે 120Hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. તેનો ટચ સેમ્પલિંગ રેટ 240Hz છે. ફોટોગ્રાફી માટે ફોનમાં LED ફ્લેશ સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે.
તેમાં 50-મેગાપિક્સલનો વાઇડ કેમેરા સાથે 12-મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ એંગલ કેમેરા અને 10-મેગાપિક્સલનો કૅમેરો શામેલ છે. સેલ્ફી માટે ફોનમાં તમને 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો મળશે. ફોનમાં આપેલી બેટરી 3900ની છે. આ બેટરી ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોન Android 13 પર આધારિત OneUI 5.1 પર કામ કરે છે.