HMD launched : HMD ગ્લોબલે ચૂપચાપ તેનો પહેલો રગ્ડ 5G રગ્ડ સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે. આ ફોન Nokia XR21 સ્માર્ટફોનનું રિબ્રાન્ડેડ વર્ઝન છે. જે ગયા વર્ષે નોકિયા બ્રાન્ડિંગ હેઠળ રજૂ કરવામાં આવી હતી. હવે કંપનીએ નવું HMD XR21 રજૂ કર્યું છે. આ ફોનને પાણીમાં ડુબાડવામાં આવે અથવા ઊંચાઈથી નીચે પડી જાય તો પણ નુકસાન થશે નહીં. આ ઉપકરણ MIL-STD-810H લશ્કરી ગ્રેડ પ્રમાણિત છે. આ ઉપરાંત, ફોનને IP69K પ્રમાણપત્ર પણ મળ્યું છે જે ફોનને પાણી અને ધૂળથી સુરક્ષિત કરે છે. ચાલો જાણીએ ફોનની કિંમત અને તેમાં ઉપલબ્ધ તમામ સુવિધાઓ:
HMD XR21 ફોનની કિંમત
HMD XR21 ફોન સિંગલ મિડનાઇટ બ્લેક કલરમાં આવે છે અને તેની કિંમત 6GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે €600 (આશરે રૂ. 54,000) છે. આ ફોનને માત્ર યુરોપમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે.
HMD XR21 ના ફીચર્સ
HMDનો આ ફોન કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ પ્રોટેક્શન સાથે આવે છે. ફોનમાં તમને 6.49-ઇંચની FHD+ 120Hz LCD સ્ક્રીન મળશે. HMDના આ ફોનમાં Snapdragon 695 5G SoC પ્રોસેસર હશે. ફોન ધૂળ અને વોટરપ્રૂફ માટે IP68 રેટિંગ સાથે આવે છે. ફોનમાં MIL-STD-810H ટકાઉપણું હશે.
કેમેરા વિશે વાત કરીએ તો, HMDના આ ફોનમાં 64MP + 8MPનો ડ્યુઅલ રિયર કેમેરા હશે, જ્યારે ફ્રન્ટમાં સેલ્ફી માટે 16MPનો ફ્રન્ટ કૅમેરો છે. ફોનમાં 33W ફાસ્ટ ચાર્જિંગ સાથે 4800mAh બેટરી છે. આ સાથે ફોન 2 વર્ષના OS અપગ્રેડ સાથે આવે છે.