ગુજરાતમાં ગાંધીનગર ખાતે ધારાસભ્યો માટે આધુનિક ર૦૪ ફલેટ તૈયાર…..?
ટૂંક સમયમાં પ્રજાના પ્રતિનિધીઓને ફાળવાશે સુવિધાપૂર્ણ આવાસઃ નિર્માણને આખરી ઓપ
ગાંધીનગર : ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની વરણી બાદ હવે ટૂંક સમયમાં મંત્રી મંડળ વિસ્તરણની કામગીરી હાથ ધરવામં આવશે. ગાંધીનગરમાં ૧૯૬પ થી બનાવવામાં આવેલ સદસ્ય નિવાસ હવે તોડી નવા બનાવવામાં આવેલ છે. જે ટૂંક સમયમાં ધારાસભ્યોને ફાળવવામાં આવનાર છે.
ગાંધીનગર અત્યાર સુધી ધારાસભ્યોમાં નિવાસ ત્રણ વખત તોડી ચોથી વાર બનાવવામાં આવ્યા છે. આ નિવાસસ્થાન ૧૯૬પ માં બે રૂમ રસોડાના હતા તે જ જગ્યાએ હવે લકઝયુરીયસ સુવિધા સાથે બનાવવામાં આવ્યા છે.
આ નિવાસસ્થાનો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આજ સુધી ધારાસભ્યોની સંખ્યા ૧૮ર હતી. હવે આગામી ર૦ર૭ માં વસ્તી આધારીત ગણત્રીને લઇ આ સંખ્યા ર૪૦ સભ્યોની થાય તો નવા ધારાસભ્ય નિવાસસ્થામાં આ ગણત્રી કરીને બનાવવામાં આવેલ છે.