ખેતીને મશીનરીથી સરળ બનાવવાનો પ્રયાસ
ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે સહાય યોજના શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને નાના, સીમાંત, અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને લક્ષ્ય બનાવીને આ યોજના અમલમાં મૂકી છે. તેના માધ્યમથી ખેડૂતો મોંઘા યાંત્રિક સાધનો ખરીદી શકે છે અને ખેતીની પદ્ધતિઓને વધુ પ્રગતિશીલ બનાવી શકે છે.
ટ્રેક્ટરથી લઈ પાણીના ટાંકા સુધી સહાય મેળવવાની તક
આ યોજના હેઠળ વિવિધ સાધનો માટે સરકાર યૂનિટ કૉસ્ટ અનુસાર નક્કી કરેલી સહાય ફાળવે છે.
20 પી.ટી.ઓ. એચ.પી. સુધીના ટ્રેક્ટર માટે સામાન્ય ખેડૂતને ₹75,000 તથા અનુસૂચિત જાતિના ખેડૂતને ₹1,20,000 સહાય મળશે.
રોટાવેટર માટે સામાન્ય ખેડૂતને ₹60,000 તથા અનુસૂચિત જાતિના ખેડૂતને ₹70,000 સહાય મળશે.
કલ્ટીવેટર, ટ્રોલી અને પાણીના ટાંકા માટે પણ ₹50,000થી ₹1,00,000 સુધી સહાય મળશે.
અરજી માટે ઓનલાઇન પ્રક્રિયા ફરજિયાત
આ યોજના હેઠળ સહાય મેળવવા માટે ઇચ્છુક ખેડૂતોને 25 જુલાઈથી 08 ઓગસ્ટ 2025 વચ્ચે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડશે.
અરજી વખતે નીચેના દસ્તાવેજો આવશ્યક રહેશે:
આધાર કાર્ડ
જમીનનો દાખલો
બેંક પાસબુક
વૈજ્ઞાનિક ખેતી માટે સહાયરૂપ યોજના
આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોએ ખેતી માટે આધુનિક સાધનો ખરીદે અને કાર્યક્ષમતા વધારવાની દિશામાં આગળ વધે તે છે. આ સહાયનો લાભ લઈને નાના ખેડૂતોએ પણ પોતાની ખેતીને આધુનિક બનાવી શકે છે અને શ્રમ તથા ખર્ચમાં નોંધપાત્ર બચત મેળવી શકે છે.
આ યોજના ટેક્નોલોજી આધારિત ખેતી તરફ દોરી જતી એક મોટી કડી છે. ખાસ કરીને નાના અને પછાત વર્ગના ખેડૂતો માટે આ સહાય લાભદાયી બની શકે છે, કારણ કે ઓછી કિંમતમાં ઊંચું ઉત્પાદન મેળવવા માટે યાંત્રિક સાધનોનો ઉપયોગ મહત્વપૂર્ણ બને છે.