કોલકાતા અને ગ્વાલિયર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

કોલકાતા, ગ્વાલિયર અને ગુજરાતની દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ, પરિવારોને રૂ. 6 લાખની સહાય

દેશના વિવિધ વિસ્તારોમાં બનેલી દુઃખદ દુર્ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ કરુણ ઘટનાઓથી વ્યથિત થઈને પૂજ્ય મોરારિબાપુએ તમામ દિવંગત આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સાથે જ મૃતકોના પરિવારજનોને આ મુશ્કેલ સમયમાં આર્થિક સહારો મળી રહે તે હેતુથી કુલ રૂ. 6 લાખની સહાય અર્પણ કરવામાં આવી છે.

ગત શનિવારે કોલકાતામાં દુર્ગાપૂજાના પ્રસંગે એકત્રિત થયેલા લોકો વચ્ચે નાસભાગની દુઃખદ ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનામાં 19 લોકોનાં કરુણ મોત થયાં હતાં. આ દુર્ઘટનાથી અનેક પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પૂજ્ય મોરારિબાપુએ આ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મૃતકોના પરિવારોને પ્રતિ પરિવાર રૂ. 15,000 લેખે કુલ રૂ. 2,85,000ની સહાય અર્પણ કરવામાં આવી છે.

- Advertisement -

morari bapu3.jpeg

આવી જ એક હૃદયદ્રાવક ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બની હતી. શીતળા માતાના મંદિરની બહાર દર્શન માટે એકત્રિત થયેલા લોકો પર ટ્રક ફરી વળતાં 13 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને પણ પૂજ્ય મોરારિબાપુએ સંવેદના સાથે સહાયનો હાથ લંબાવ્યો છે. પ્રતિ પરિવાર રૂ. 15,000 લેખે કુલ રૂ. 1,95,000ની સહાય અર્પણ કરવામાં આવી છે.

- Advertisement -

 

ગુજરાતમાં પણ બે અલગ અલગ ઔદ્યોગિક દુર્ઘટનાઓએ અનેક પરિવારોને શોકમાં ગરકાવ કર્યા છે. ભરૂચ જિલ્લાના વાગરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક કારખાનામાં બોઇલર ફાટવાની ઘટનામાં ચાર કામદારોનાં મોત થયાં હતાં. ત્યારબાદ ગાંધીનગર જિલ્લાના છત્રાલમાં પણ બોઇલર ફાટતાં ચાર કામદારોએ જીવ ગુમાવ્યા હતા. આ બંને દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા આઠેય લોકોના પરિવારજનો પ્રત્યે પૂજ્ય મોરારિબાપુએ ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમના પરિવારોને સહાયરૂપ થવા માટે કુલ રૂ. 1,20,000ની સહાય અર્પણ કરવામાં આવી છે.

WhatsApp Image 2026 10 19 at 12.05.40 PM.jpeg

- Advertisement -

આમ, કોલકાતા, ગ્વાલિયર અને ગુજરાતની આ દુઃખદ ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો માટે કુલ રૂ. 6,00,000ની સહાયની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સહાયની રકમ મુંબઈ સ્થિત રામકથાના એક શ્રોતાના માધ્યમથી મુખ્યમંત્રી રાહત ફંડમાં પહોંચાડવામાં આવી છે.

પૂજ્ય મોરારિબાપુએ તમામ દિવંગત આત્માઓના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને શોકગ્રસ્ત પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી ભાવના વ્યક્ત કરી છે. દુઃખની આ ઘડીમાં સંવેદના, સહાનુભૂતિ અને સેવાભાવ દ્વારા પીડિત પરિવારોની પડખે ઊભા રહેવાનો આ પ્રયાસ માનવતાનો સંદેશ આપે છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.