Mount Abu Rainfall: ધુમ્મસ, ઝરણાં અને ઠંડકથી ખીલી ઉઠ્યું માઉન્ટ આબુ

Arati Parmar
2 Min Read

Mount Abu Rainfall: મેઘમહેરથી માઉન્ટ આબુ ફરીથી જીવંત બન્યું

Mount Abu Rainfall: ગુજરાત-રાજસ્થાનની સરહદે વસેલું લોકપ્રિય પર્યટન સ્થળ માઉન્ટ આબુ હાલમાં ભારે વરસાદના કારણે નેચરલ બ્લેસિંગ અનુભવી રહ્યું છે. ધોધમાર વરસાદથી ઠેરઠેર ઝરણા વહેતા થઈ ગયા છે અને સમગ્ર પર્વતીય વિસ્તાર શીતલ પવન અને ધૂંધથી ઘેરાઈ ગયો છે. આ મનમોહક દૃશ્યો જોવા માટે ખાસ કરીને વીકએન્ડમાં હજારો પ્રવાસીઓ અહીં ઉમટી પડ્યા છે.

છેલ્લાં 24 કલાકમાં બનાસકાંઠામાં સૌથી વધુ વરસાદ

હવામાન વિભાગના ડેટા અનુસાર, 19થી 20 જુલાઈ વચ્ચે રાજ્યમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લામાં નોંધાયો છે. દાંતા વિસ્તારમાં 4.45 ઈંચ, લાખાણીમાં 2.8 ઈંચ, અમીરગઢમાં 2.7 ઈંચ અને પાલનપુરમાં 2.56 ઈંચ વરસાદ થયો છે. આ વિસ્તારો માઉન્ટ આબુના નજીક હોવાથી અહીં પણ ભારે વરસાદ અને ઠંડકભર્યું વાતાવરણ છવાયું છે.

Mount Abu Rainfall

કુદરતી સૌંદર્ય અને ઠંડકથી પ્રવાસીઓ પ્રસન્ન

આચાનક શરૂ થયેલા વરસાદ બાદ માઉન્ટ આબુની પહાડીઓમાંથી વહેતા ઝરણા, ફેલાયેલું ધૂંધ અને શીતળ પવન મળીને સહેલાણીઓ માટે સ્વર્ગ જેવું દ્રશ્ય સર્જી રહ્યા છે. ખાસ કરીને પરિવાર સાથે ફરવા આવનાર પ્રવાસીઓ કુદરતની આ ભેટથી અદભૂત આનંદ માણી રહ્યા છે. ડુંગરો વચ્ચે ઉભેલા વ્રુક્ષો, પથ્થરો પરથી વહેતા પાણી અને ઠંડકભર્યું વાતાવરણ પ્રવાસને યાદગાર બનાવી રહ્યા છે.

તંત્રએ રાખી સાવચેતી: તળાવ બોટિંગ બંધ, સલાહ જારી

માઉન્ટ આબુમાં આગામી 24 કલાકમાં પણ વરસાદ ચાલુ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. સુરક્ષા દૃષ્ટિએ તંત્ર દ્વારા ઢાળાવાળા વિસ્તારોમાં પ્રવાસીઓ માટે ખાસ સાવચેતીની સૂચનાઓ જારી કરાઈ છે. તળાવ પર બોટિંગ સેવાઓ તાત્કાલિક બંધ કરવામાં આવી છે અને સ્થાનિક તંત્ર વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ કરી રહ્યું છે.

Mount Abu Rainfall

કુદરતની કૃપા અને પ્રવાસી આનંદ બંને સાથે

આવા ધોધમાર વરસાદી સીઝનમાં માઉન્ટ આબુની મુલાકાત એ માત્ર પ્રવાસ નથી, પણ મનને તાજગી આપતો અનુભવ બની રહે છે. વરસાદી પર્વત, ધૂંધ અને ઝરણા સાથે માઉન્ટ આબુ ફરીથી ગુજરાત અને રાજસ્થાનના લોકો માટે પ્રવાસન હોટસ્પોટ બની ગયું છે.

Share This Article